દિલ્હી-

અત્યાર સુધીમાં 58 લોકોને SARS-COV-2, નવા પ્રકારનાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. મંગળવારે વધુ 20 નવા કેસ સામે આવ્યા બાદ કોરોનાના નવા સ્ટ્રેનના ચેપ લાગવાની કુલ સંખ્યા 58 પર પહોંચી ગઈ છે. એક તરફ દેશમાં કોરોના ચેપના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, બીજી તરફ નવા સ્ટ્રેનના કેસોની સંખ્યામાં વધારો થવાની ચિંતામાં વધારો થયો છે.  આ તમામ 20 નવા કેસ પૂણેની લેબમાં મળી આવ્યા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રિટનના નવા પ્રકારનાં જિનોમ સાથે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 58 નમૂનાઓમાં તેની પુષ્ટિ થઈ છે. સરકારના જણાવ્યા મુજબ ચેપગ્રસ્ત લોકો અને તેમના પરિવારના સભ્યો સાથે પ્રવાસ કરી રહેલા લોકો તેમજ તેના ચેપને રોકવા માટે અન્ય સંપર્કો શોધવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.