ભૂજ-

ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાંથી સીતારામ કુંવર નામનો કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઇ ગયો છે.દર્દી ફરાર થતા તંત્ર ધંધે લાગ્યુ છે. તો ભાગેલા દર્દીએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી નાખ્યો છે. વેલ્સપ્ન કંપનીમાં કામ કરતા સીતારામ કુંવરના સવારના સમયે સેમ્પલ લેવાયા હતા. જે બાદ તેને હોસ્પિટલમાં રખાયો હતો જાે કે તે ફરાર થઇ જતા હવે તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરવામા આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ સીતારામ કુંવર અંજારના મફત નગરનો રહીશ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે કોરોના દર્દી ફરાર થઇ જતા લોકોમાં ડર પેસી ગયો છે.