લખનઉ-

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી આઘાતજનક મામલો સામે આવ્યો છે. લખીમપુર ખીરીમાં ૨૪ કલાકમાં એક જ પરિવારના ૩ ભાઈઓનાં મોત થયાં છે. એક વેપારી પરિવારના ત્રણ ભાઈઓના એક બાદ એક મોત થયાં. આ સમાચારે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ ત્રણ ભાઈઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ પાછલા એક અઠવાડિયાથી તાવ હતો અને તેમને નિમોનિયાની ફરિયાદ હતી. ડૉક્ટર્સ મુજબ ત્રણેયની ઉંમર ક્રમશઃ ૫૩, ૫૦ અને ૪૫ વર્ષની હતી અને ત્રણેયને નિમોનિયા હતો. તેમની સ્થિતિ તેજીથી બગડી. શ્વાસ ફૂલાતો હોવાની ફરિયાદ બાદ તેમનું મોત થયું.

૫૨ વર્ષીય સૌથી મોટા ભાઈને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ઘરે જ મોત થયું. જ્યારે અન્ય બેના હોસ્પિટલે ઈલાજ ચાલી રહ્યા હતા તે દરમ્યાન તેમનું નિધન થયું. સૂત્રોએ કહ્યું કે તેમનો કોવિડ ૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પ્રશાસને આખા પરિવારને આઈસોલેટ કર્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.

જે પ્રાઈવેટ હોસ્પિટલમાં બે બાઈઓને ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંના તબીબોએ કહ્યું કે, "જ્યારે બે બાઈઓને અહીં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર હતી. અમે તરત જ તેમને ઑક્સીજન સપોર્ટ પર રાખ્યા અને તેમને સાજા કરવાની કોશિશ કરી. તેઓ પાછલા એક અઠવાડિયાથી બીમાર હતા અને પોતાના કામ પર પણ જઈ રહ્યા હતા અને ખુદ જ દવા પણ લઈ રહ્યા હતા. લોકોને અમે ઉચિત ઉપચાર લેવાની અને બીમાર થવા પર પર્યાપ્ત આરામ કરવાની સલાહ આપીએ છીએ."

લખીમપુર ખીરીના સીએમઓ ડૉ મનોજ અગ્રવાલે કહ્યું કે "ત્રણેય બાઈઓનાં મોત કોરોનાવાયરસથી થયાં તે અંગે શરૂઆતી તપાસમાં પુષ્ટિ નથી થઈ. અમે અન્ય રિપોટ્‌ર્સની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. પાછલા ૨૪ કલાકમાં જિલ્લામાં કોવિડ ૧૯ના કારણે માત્ર ૨ જ મોત થયાં છે." લખીમપુર ખીરીમાં પાછલા ૪૮ કલાકમાં કોવિડ ૧૯થી ૧ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે.ય પ્રશાસનને ડર છે કે યૂપી પંચાયત ચૂંટણી દરમ્યાન જિલ્લામાં સ્થિતિ બગડી શકે છે.