વડોદરા -

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટુકડી દ્વારા પાલિકાના વોર્ડ નંબર ચાર ખાતે આવેલ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. માંજલપુર વિસ્તારમાં આજે સવારથીજ પાલિકાની દબાણ શાખાની ટુકડીઓ બુલડોઝર અને અન્ય સામગ્રીઓ સાથે પહોંચી જઈને આ વિસ્તારમાં ઈવા મોલ પાસે આવેલ ત્રિભોવનધામ સોસાયટીમાં કમ્પાઉન્ડ વોલ સહિતના વધારાના બાંધકામને દૂર કરીને જગ્યા ખુલ્લી કરી હતી. આ દબાણ દૂર કરાતા ત્યાંના આંતરિક માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. એક સાથે સંખ્યાબંધ મકાનોની કમ્પાઉન્ડ વોલ દૂર કરવાને માટે કાફલો પહોંચતા એનો વિરોધ કરાયો હતો. પરંતુ એની અવગણના કરીને દબાણની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.