વાઘોડિયા, તા.૧૨ 

વાઘોડિયા નગરમા ભ્રષ્ટાચારીઓએ સ્મશાનની પવિત્રતાને અભડાવી છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરતા ગામના જાગૃત નાગરીકોએ પોલનો પર્દાફાશ કર્યો છે.

 નવી કોર્ટ પાછળ પવિત્ર સ્મશાન ભુમીમા માનસના અંતીમ પડાવે જ્યા શરીર પંચમહાભુતમા વિલીન થાય છે. તેવી જગ્યાએ ડાઘુઓ અંતીમ યાત્રામા જોડાઈ વિસામો લે તે માટે સરકારે તમામ સુવિઘા નાગરીકોને મડી રહે અને કોઈ તકલીફ ઊઠાવી ના પડે તે હેતુએ લાખોની ગ્રાન્ટ ફાળવી લોકો માટે સુવિઘ્યા ઊભી કરવા લાખોની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ કેટલાક લેભાગુ કોન્ટ્રાક્ટોની મિલીભગતથી લોકોને સુવિઘ્યા ને બદલે દુવિઘા ઊભી થાય તેવી કોઈ કસર છોડતા નથી. લોકો સ્મશાનભુમીમા હરીફરી શકે તેવા પેવરબ્લોકની કામગીરી કરાઈ હતી. આ સ્થળે પેવર બ્લોકના કરેલા કામને ઊખેડી પાણીની સુવીઘ્યામાટે નવીલાઈન કોન્ટ્રાક્ટર ધ્વારા કરી તેનાપર માટી પાથરીપેવરબ્લોક બેસાડી સરકારી ગ્રાન્ટને ચાઊ કરવા જતા ગામના યુવાનોને ભણક લાગતા રંગેહાથે કામ કરતા મજુરોને પકડી કામ બંઘ કરાવ્યુ હતુ. જોકે માટીપર પેવર બ્લોક બેસાડતા મજુરોએ પોતાના કોન્ટ્રાક્ટની ઓળખ છુપાવી નામ જાહેર કર્યુ ન હતુ. સ્મશાન ભુમી ગામ બહાર હોય છે. જ્યા લોકોની ચહેલ પહેલ એાછી જોવા મડે છે. ત્યાં કોઈ ફરક્તુ ના હોવાથી કોન્ટ્રાક્ટરે મનમાની કરી ભ્રષ્ટાચાર આદર્યો છે. આ બાબતે તટસ્થ તપાસ કરી દોષીતો સામે કાર્યવાહિ કરવાની માંગ જાગૃત નાગરીકોએ ઊઠાવી છે.