અમદાવાદ

અમદાવાદ મહાનગરપાલિકામાં ૪૨.૫૧ ટકા મતદાન થયું હતું. મંગળવારે સવારે ૮ વાગ્યાથી એલ.ડી એન્જિ. કોલેજ અને ગુજરાત કોલેજમાં મત ગણતરી થશે. બંને મતગણતરી કેન્દ્રમાં ૨૪ - ૨૪ વોર્ડની મતગણતરી થવાની છે. મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે. બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વ્યવસ્થા ઉભી કરાઇ છે. બંને મતગણતરી કેન્દ્ર પર ૬૦થી વધુ સીસીટીવી કેમેરાથી નજર રખાશે.એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં થલતેજ મકતમપુરા , ઇન્દ્રપુરી , વસ્ત્રાલ , રામોલ - હાથીજન , સરદારનગર , કુબેરનગર , નરોડા , દરિયાપૂર , ખાડિયા , જમાલપુર ,સૈજપુર બોઘા , ઇન્ડિયા કોલોની , ઠક્કરબાપાનગર , બહેરામપુરા , લંભા , વટવા , પાલડી , વાસણા , નવરંગપુરા , બાપુનગર , સરસપુર -રખિયાલ , ગોમતીપુર  અને ગુજરાત કોલેજ  કેમ્પસમાં સાબરમતી , ચાંદખેડા , રાણીપ , ઘાટલોડિયા , ચાંદલોડિયા ,ગોતા , દાણી લીમડા , જાેધપુર , ઇસનપુર ,મણિનગર,વેજલપુર , સરખેજ , નવા વાડજ , નારણપુરા , સ્ટેડિયમ ,અમરાઈવાડી, ભાઈપુરા , ખોખરા , નિકોલ , વિરાટ નગર , ઓઢવ , શાહપુર , શાહીબાગ , અસારવા વોર્ડની મતગણતરી કરવામાં આવશે.