જીનિવા-

વિશ્વ આરોગ્ય સંગઠને દુનિયાના દેશોને ચેતવણી આપી છે કે તેઓ બીજી મહામારી માટે તૈયાર રહે. કોરોના વાયરસના ચેપ અને તેની અસરોને ધ્યાનમાં રાખીને ડબ્લ્યુએચઓનાં વડા ડો. ટેડ્રોસ અધાનામ ગ્રેબેસીસે સોમવારે મોડી સાંજે આ વાત જણાવી હતી. ટેડ્રોસે એમ પણ કહ્યું હતું કે વિશ્વભરના દેશોએ આગામી રોગચાળા પહેલા જાહેર આરોગ્ય ક્ષેત્ર માટે રોકાણ કરવું જોઈએ, નહીં તો કોરોના જેવી સ્થિતિ સર્જાવાની અપેક્ષા છે.

ડો.ટિડ્રોસે કહ્યું કે કોરોના વાયરસનો ચેપ 2.71 કરોડ લોકોને લાગ્યો છે તો અને 8.88 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. કોવિડ -19 એ ફક્ત ડિસેમ્બર 2019 થી અત્યાર સુધી વિશ્વની આ સ્થિતિ બનાવી છે. હાલમાં પણ ઘણા દેશોમાં તેની ભયાનકતા વધી રહી છે. તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે આ મહામારી છેલ્લી નથી, ઇતિહાસ અનેક રોગચાળોનો સાક્ષી રહ્યો છે. મહામારી જીવનની હકીકત છે. તે સમાપ્ત નથી થતી. તેથી વિશ્વમાં બીજી મહામારી ફેલાય તે પહેલાં આપણે સંપૂર્ણ તૈયારીઓ કરવી જોઈએ.

વિશ્વભરના દેશોએ સંભવિત રોગો માટે રસી અને દવાઓનું સંયુક્ત રીતે સંશોધન કરવું જોઈએ. જાહેર આરોગ્યમાં વધુને વધુ નાણાંનું રોકાણ કરવું જોઈએ. તાત્કાલિક રસી અને દવાઓનું ઉત્પાદન કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ જેથી જ્યારે પણ રોગચાળો ફેલાય ત્યારે તરત જ તેને કાબૂમાં કરી શકાય. 

ડબ્લ્યુએચઓ નિષ્ણાંતે સ્પષ્ટ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની રસી મળી શકશે નહીં. લોકોને આશા હતી કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી લોકોને મળી રહેશે. પરંતુ આ થશે નહીં. માઇક રિયાને જણાવ્યું હતું કે, આવતા વર્ષે જે રસી આવશે તે 2021 ના ​​પ્રારંભિક મહિનામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, આ સમયે દરરોજ જે સંખ્યામાં કોરોના આવે છે તે રેકોર્ડ તોડી રહી છે.