નવી દિલ્હી-

પોલીસ દ્વારા સ્પા પર દરોડા પાડીને એક મહિલાના ઘરમાં ગેરકાયદે અટકમાં રાખી મૂકાયા બાદ એ કેસને કોર્ટમાં પડકારનારી ચેન્નાઈમાં કામ કરતી ઈન્ડોનેશિયાની એક સ્પા થેરાપીસ્ટને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા અઢી લાખ રુપિયાના વળતરનો ચૂકાદો અપાયા બાદ હવે તે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે.

મહિલાને અપાનારું આ વળતર દરોડા પાડનાર પોલીસ સબ-ઈન્સપેક્ટરના પગારમાંથી હપ્તે-હપ્તે વસૂલવામાં આવે એવો ચૂકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો ત્યારબાદ એક ખંડપીઠે તે ઓર્ડર પર સ્ટે મૂકી દીધો હતો.

પોલીસ દ્વારા દરોડા પડશે એવી બીકે વર્ષો સુધી સ્પા કરનારી મહિલાઓ કે મસાજ કરનારી મહિલાઓએ મોટાભાગે મહિલાઓ તેમજ બાળકોની ગેરકાયદે હેરફેરના ભોગ બનવું પડે છે અને સ્પા વર્કરો પર વેશ્યા વ્યવસાય કરવાનો આરોપ મૂકવામાં આવે છે. ૨૦૧૮માં ઈન્સપેક્ટર કે નટરાજનની ટીમ દ્વારા આ રીતે જ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આ સ્પામાં કામ કરતી અનેક મહિલા કર્મચારીઓને અટકમાં લેવામાં આવી હતી. આ પૈકી કાડેક ડ્‌વી એની રસ્મીની નામની એક ઈન્ડોનેશિયન મહિલા પણ હતી જેની પાસે કાયદેસરના વર્ક વીઝા હતા અને તે ભારતમાં કરદાતા પણ છે. તેને છોડાવવા માટે ઈન્ડોનેશિયન દૂતાવાસે હસ્તક્ષેપ કર્યો તેના પહેલા ૨૬ દિવસ સુધી એક મહિલાના ઘરમાં તેને અટકાયતમાં રાખવામાં આવી હતી. અને તેણે પોતાની આવી ક્ષોભજનક અને યાતનામય હાલતને ચલાવી નહોતી.

તેણે મદ્રાસ હાઈકોર્ટમાં આ કેસ દાખલ કરીને કહ્યું હતું કે, સબ ઈન્સપેક્ટર દ્વારા સ્પાની માલિક મહિલા સામેની આ કાર્યવાહી દુર્ભાવના અને બદલો લેવાની વૃત્તિથી ભરેલી હતી.તેણે કહ્યું કે કોઈપણ પૂરાવા અને કારણ વિના તેને અટકમાં રખાઈ હતી. પોતાને એ સમયગાળા દરમિયાન જે માનસિક વ્યગ્રતા, યાતના, વ્યક્તિગત અપકિર્તી અને ગેરકાયદે અટકનો ભોગ બનવું પડ્યું તે બદલ તેણે રુપિયા ૧૦ લાખના વળતરની માંગ કરી હતી.

મહિલાઓની કામના સ્થળની ગરીમાને જાળવતો ચૂકાદો આપતાં એક જજની બેંચે પોલીસની કામગીરીને ગેરકાનૂની ગણાવીને ચૂકાદો આપ્યો હતો કે, મહિલાને ઈન્ડોનેશિયન દૂતાવાસ મારફતે ૨.૫ લાખનું વળતર ચૂકવાય અને રાજ્ય સરકાર આ રકમ પોલીસ ઈન્સપેક્ટર પાસેથી તેના પગારમાંથી હપ્તે વસૂલે.

આ ચૂકાદાના ૨૮૬ દિવસ પછી એટલે કે, તેની સામે અપીલ કરી શકાય એટલી ૯૦ દિવસની અવધિ કરતાં ક્યાંય વધુ સમય બાદ ઈન્સપેક્ટરે આ ચૂકાદાને પડકારીને પોતાના પગારમાંથી કરાતી કપાત પર સ્ટે મૂકવા માંગ કરી હતી અને ડિવિઝન બેંચે તે મંજૂર પણ કરી દીધી હતી. જાે કે, સામે છેડે રસ્મીની છોડે એવી નહોતી. તેણે આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને આટલે મોડે પણ બચાવ પક્ષની અરજ સ્વીકારાઈ તેની સામે સખત વાંધો ઉઠાવ્યો. આ સામે ત્રણ સભ્યોની બેંચે શુક્રવારે ઈન્સપેક્ટરને બોલાવીને ત્રણ સપ્તાહમાં જવાબ આપવા માટે જણાવ્યું હતું.

કોર્ટે ચૂકાદામાં કહ્યું હતું કે, પોલીસે સ્પા પાર્લરો તરફ પોલીસે પોતાનું વલણ બદલવું પડશે. ભલે તેમાં એક જાતિ દ્વારા બીજી જાતીના ક્લાયન્ટને સેવા અપાતી હોય તો પણ હેલ્થ સ્પાને ગેરકાનૂની ગણવાનો પોલીસને કોઈ અધિકાર નથી. હેલ્થ સ્પામાં બીજી જાતી દ્વારા અપાતી થેરાપી એ દુનિયાભરમાં સામાન્ય છે અને એમાં કંઈ ખોટું નથી, સિવાય કે સુપ્રીમ કોર્ટ નોંધે છે એ મુજબ, પેઢીઓથી નૈતિક પરંપરામાં ઘૂસી ગયેલી પુરુષવાદી વિચારસરણી જ તેની પાછળ જવાબદાર છે.