મુંબઈ-

બોમ્બે હાઈકોર્ટે ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમાર હત્યા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે દોષી રૌફ મર્ચન્ટની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. આ દરમિયાન રાજ્ય સરકાર વતી રમેશ તુરાનીના પડકારને કોર્ટે ફગાવી દીધી હતી. ગુલશન કુમારની 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. લગભગ 24 વર્ષ પછી, કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે, જેની દરેક જણ લાંબા સમયથી રાહં જોઇ રહ્યા હતાં.

જસ્ટિસ જાધવ અને બોરકરની ખંડપીઠે ગુલશન કુમાર મર્ડર કેસનો આજે ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટમાં કુલ ચાર અપીલની સૂચિ નોંધવામાં આવી હતી, જેમાંથી ત્રણ અપીલો હત્યાના આરોપી રૌફ મર્ચન્ટ, રાકેશ ઠોકરના વિરૂદ્ધમાં હતી. તેમજ આક અરજી મહારાષ્ટ્ર સરકાર તરફથી કરવામાં આવી હતી.