ભરૂચ, તા.૩૧

બહેન અને બે ભણીયાઓને ૬ મહિના સુધી વડોદરામાં રાખી તેનો ઉઠાવેલ ખર્ચના નાણાં માંગતા ભાઈએ જ આજે ભરૂચમાં કંસ મામનું રૂપ ધારણ કરી ભાણેજ સામે જ બહેનની હત્યા કરી દીધી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.

ભરૂચના તુલસીધામ ખાતે આવેલા એસ.એલ.ડી. એચેન્જા ફ્લેટ નં.૪૦૪ માં હિતેશ કરશનભાઈ જાવીયા પત્ની મનીષાબેન અને પુત્ર પુત્રી સાથે રહી દહેજમાં ટ્રેકટર અને ઓટો પાર્ટ્‌સની દુકાન ચલાવે છે. પુત્રી વડોદરા હોસ્પિટલમાં ડેન્ટલનો અભ્યાસ અને પુત્ર પાર્થ ધંધામાં મદદ કરે છે. ગતરોજ સવારે ૮ વાગ્યે હિતેશભાઈ દહેજ દુકાને જતા હતા દરમિયાન વડોદરાથી તેમનો સાળો મનીષ ગોકળ ભાલોડિયા મનીષાબેનના ઘરે પહોંચી ગયો હતો. પતિ પત્નીના ઝગડા દરમિયાન મનીષાબેન સંતાનો સાથે વડોદરા ખાતે પિતરાઈભાઈ મનિષને ત્યાં લગભગ ૬ મહિના રોકાયા હતા અને ઝઘડાનું સમાધાન થતા ફરીથી પોતાના ઘરે પરત ફર્યા હતા. જાેકે બહેનને પોતાના ઘરે રાખ્યા હોય ભાઈએ બહેન પાસે ખર્ચ માંગ્યો હતો અને આ બાબતે ભાઈ બહેન વચ્ચે નાના મોટા ઝગડા થતા આવ્યાનું જાણવા મળે છે. ત્યારે ગતરોજ મનીષ ભાલોડિયા ભરૂચ ખાતેના નિવાસસ્થાને આવી મનીષાબેન જાેડે ઝઘડો કરવા લાગતા અને પૈસા માંગતા પુત્ર પાર્થ એ મનીષ મામા આવ્યા છે અને મમ્મી જાેડે ઝઘડો કરતા હોવાનું પિતાને ફોન કરી જણાવ્યું હતું. હિતેશભાઈએ ફોન ઉપર મનીષ જાેડે તું શેના પૈસા માંગે છે, ઉલ્ટા તારે મને સોનાના પૈસા આપવાના છે. જે મારી પત્નીએ તને આપતા તે વેચી હોટલમાં રોક્યા હોવાની વાત કરી હતી. પુત્રને મનીષ મામને ઘરમાંથી બહાર કાઢી મુકવા પિતાએ જણાવ્યું હતું. જાેકે ઝગડો એટલો ઉગ્ર ચાલ્યો હતો કે થોડીવારમાં પુત્રે ફરી પિતાને ફોન કરી જણાવ્યું હતું કે મનીષ મામાએ મમ્મીને પેટ, ખભા અને પીઠ ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા મારતા તેઓનું મોત થયું છે અને મનીષ મામા ભાગી ગયા છે, પત્નીના મોતની ખબર મળતા હિતેશ ભાઈ કાર લઈ ભરૂચ આવવા નીકળ્યા હતા. ઘટનાની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ પી.આઇ. એચ.બી. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી હતી. મૃતક મનીષાબેનના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા હતા. જાેકે તુલસીધામ જેવા ભરચક વિસ્તારમાં ખૂની ખેલ ખેલાઇ જાય અને આરોપી ફરાર થઇ જાય તે વિચારવા લાયક પ્રશ્ન ઉભો થયો છે.

બહેનની હત્યા કરી કરજણ હોટલમાં રોકાયેલા ભાઈએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ

બહેન બનેવીના ઝઘડા દરમિયાન પિતરાઈ બહેનને છ મહિના સાથે રાખી તેના ખર્ચ અંગે ની માગણી બાબતે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થતાં ઉસકેરાઈ ગયેલા ભાઈઓ બહેન ઉપર ઉપરાંત આપણી ચાકુના ઘા મારી મોતને હવાલે કરી પિતરાઈ ભાઈ મનીષ ભાલોડીયા વડોદરા તરફ ભાગી આવ્યો હતો એ દરમિયાન મનીષ ભાલોડીયા કરજણ ખાતે આવેલી ગ્રીન ક્રિષ્ના હોટલ ખાતે આજે સવારે આવી પહોંચ્યો હતો. અને હોટેલની રૂમ નંબર ૧૧૧ માં રોકાયો હતો. એ દરમિયાન તેને હોટલના રૂમમાં મોનોકોટો નામની ઝેરી દવા ગત ઘટાડીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ હોટલનાં રૂમ બોય ને ખબર પડતા આ બનાવની જાણ હોટલનાં માલિકને કરી હતી જેથી હોટેલ માલિકે રૂમની માસ્ટર કી ચાવી વડે રૂમ ખોલી જાેતા મનિષ ભાલોડીયા બેભાન તેમજ મોઢામાંથી ફીણ નીકળતી હાલતમાં જાેવા મળ્યા હતા અને તેની બાજુમાં દવાનું ટીમ પડેલું મળી આવ્યું હતું જેથી હોટલ માલિક ધવલ કટેસરિયા તેમને સારવાર માટે કરજણ ખાતે આવેલ સરકારી સીએચસી દવાખાને લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલ ખાતે રિફાઇ કરવામાં આવ્યા હતા જેથી મનીષ ભાલોડીયા ને લઈને હોટલ માલિક સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમને ફરજ પરના તબીબે હાલત ગંભીર હોવાને કારણે આઈ સી યુ માં દાખલ કરીને વેન્ટિલેટર ઉપર સારવાર આપવામાં આવી રહી હોવાનું તબિયત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.