ગાંધીનગર

હવે કોરોનાનો ટેસ્ટ કરવા માટે એક સરળ કિટ આવી ગઇ છે...સમયસરના નિદાન માટેનું ટેસ્ટિંગ સરળ અને ઘર આંગણે થઇ શકે તેવી સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ માયલેબ દ્વારા બનાવવાામાં આવી છે. 

 આ સેલ્ફ ટેસ્ટ કિટ ગુજરાતમાં પૂજારા ગૃપના સહયોગથી લોકો-નાગરિકો માટે રાજ્યના તમામ મુખ્ય શહેરોના અગ્રણી મેડીકલ-ફાર્મસી સ્ટોર્સ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ આ કોવિ સેલ્ફ કોવિડ-19 સેલ્ફ ટેસ્ટ કિટનું નિદર્શન અને વિસ્તૃત વિગતો આ પ્રોડકટના ગુજરાત પાર્ટનર અને સુપર સ્ટોકિસ્ટ પૂજારા ગૃપના ચેરમેન યોગેશભાઇ પૂજારા અને ટિમ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. 

આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે  આ ‘‘કોવિ સેલ્ફ’’ ટેસ્ટ કિટ ઘરે બેઠા જાતે કોરોના ટેસ્ટ માટેની વધુ જાગૃતિ લાવશે. પૂજારા ગૃપને આ કિટના રાજ્યમાં સફળ વિતરણ માટેની શુભેચ્છાઓ આપી હતી. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટની જરૂરિયાત ઊભી થઇ હતી. હવે, આવી સેલ્ફ ટેસ્ટ કિટ લોકોને ઘરે બેઠા પોતાની જાતે જ કોરોના ટેસ્ટ કરવાની સગવડ આપવામાં ઉપયુકત બનશે. 

આ સાથે જે પૂજારા ગૃપના ચેરમેન યોગેશભાઇએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે માયલેબ દ્વારા નિર્માણ પામેલી આ કોવિ સેલ્ફ કિટથી પુખ્તવયની વ્યક્તિઓ પોતાની જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરીને ICMR પ્રમાણિત સર્ટીફિકેટ પણ મેળવી શકે છે.