વડોદરા શહેરને રસ્તે રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત બનાવવા માટે એક તરફ કોર્પોરેશને ઝુંબેશ શરૂ કરી છે જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી કોર્પોેરેશનની ઢોરપાર્ટી અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા ત્રણ શિફટમાં રાઉન્ડ ધ ક્લોક રખડતા ઢોરો પકડવાની કામગીરી કરાઈ રહી છે. આજે પણ બપોર સુધીમાં રપ જેટલા રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા, પરંતુ બીજી તરફ અનેક માર્ગો ઉપર પશુઓના ટોળેટોળા ટ્રાફિકને અડચણ ઊભા કરીને ફરતા નજરે પડયા હતા.