સુરત-

સુરતમાં આજ રોજ યોજાનારી સી.આર પાટીલની કાર રેલી રદ્દ કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોટી સંખ્યામાં મેદની જમા થઈ જતા રેલી રદ્દ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સી.આર.પાટલીની આવતી કાલની પણ તમામ રેલીઓ રદ્દ કરવામાં આવે છે.

કોરોનાના કહેર વચ્ચે એક તરફ શહેરમાં 144 ની કલમ લગાવવીામાં આવી ચે તો આવી નેતાઓ પોતાની ગંદી પ્રસિધ્ધી માટે લોકોના જીવના જોખમે રેલીનું આયોજન કરી રહ્યા છે. આ અંતર્ગત કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સી.આર.પાટીલની રેલી પર આકરા પ્રહાર કરતા સુરત એરપોર્ટથી નીકળનાર રેલીને રદ્દ કરી દેવામાં આવી છે. જો કે રેલી હજી શરૂ પણ થઈ નહોતી તે પહેલા રેવી રદ્ કરવાની નોટીસ મળૂી જતા હવે શહેરમાં રેલી નીકળશે નહીં.