દિલ્હી-

26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન કેટલાક તોફાની તત્વોએ હિંસા ભડકાવી હતી. જેને પગલે આંદોલન નબળું પડી ગયું છે. ખેડૂત આંદોલન ન ફક્ત નબળું પડ્યું છે પંરતુ તેમાં તિરાડ પણ પડી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યું છે કે તેઓ આંદોલન અહીં જ પાછું ખેંચી રહ્યા છે.

ખેડૂત આંદોલનમાં વિખવાદ સર્જાયો છે. ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યું કે, અમારું સંગઠન આ હિંસામાં સામેલ નથી. એટલું જ નહીં તેમણે ખેડૂતો અને રાકેશ ટિકૈત પર અનેક આરોપો પણ લગાવ્યા છે. જ્યારે બીજી તરફ કૃષિ કાયદાના વિરોધમાં અભય સિંહ ચૌટાલાએ હરિયાણા વિધાનસભામાં રાજીનામું ધરી દીધું છે. ખેડૂત નેતા વીએમ સિંહે આંદોલનમાંથી નામ પાછું ખેંચી લીધું છે આ સાથે રાકેશ ટિકૈત તથા અન્ય ખેડૂત નેતાઓ પર અનેક આરોપો લગાવ્યા છે. વીએમ સિંહે કહ્યું કે જે લોકોએ ભડકાવ્યા તેમના પર સખત કાર્યવાહી થાય. વીએમ સિંહે કહ્યું કે સરકારની પણ ભૂલ છે જ્યારે કોઈ ૧૧ વાગ્યાની જગ્યાએ ૮ વાગે નિકળી રહ્યું હતું તો સરકાર શું કરી રહી હતી.

જ્યારે સરકારને ખબર હતી કે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવા માટે કેટલાક સંગઠનો કરોડો રુપિયા આપવાની વાત કરી હતી તો સરકાર શું કરી રહી હતી. વીએમ સિંહે વધુંમાં બોલ્યા કે હિન્દુસ્તાનના ઝંડાની ગરિમા, મર્યાદા બધાની છે. તે મર્યાદાને તોડવામાં આવી છે તો તે ખોટું છે અને જેમણે ભંગ કરી છે તે ખોટા છે. આઈટીઓમાં એક સાથી શહીદ પણ થઈ ગયો. જે લઈને ગયો હતો તેણે ઉશ્કેર્યો હતો તેની વિરુદ્ધ પૂરી કાર્યવાહી થવી જાેઈએ. તેમને રાકેશ ટિકૈત પર આરોપ લગાવતા કહ્યું કે ટિકૈત અલગ રસ્તે જવા માંગતા હતા.