વડોદરા,

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા થી ફતેપુરા જતા માર્ગમાં વચ્ચે આવતાં વૃંદાવન ટાઉનશીપ પાસે મોટું ભંગાણ પડ્યુ છે અને પીવાનું પાણી આમ તેમ આજુબાજુની ગટરોમાં વહી જઈ પાણીનો વ્યય થઇ રહ્યો છે એક બાજુ વડોદરા શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ છે લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી અને બીજી બાજુ વડોદરા શહેરમાં કંઈક ને કંઈક બાજુઓ દરરોજ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યા કરે છે સામાજિક કાર્યકર અતુલ ગામે ચીનની માંગ છે કે જ્યાં પણ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થાય તૂટી જાય અને પીવાના પાણીનો વેડફાટ થાય ત્યારે જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તેમ જ જવાબદાર અધિકારી સામે દંડની જોગવાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે