અમદાવાદ, નવરંગપુરાની સેવીયર હોસ્પિટલમાં નોકરી કરતા શખ્સે દાખલ થયેલ કોરોના દર્દીના ડોક્યુમેન્ટ મેળવી ખોટી સહી કરી તથા હોસ્પિટલના લેટર પેડ અને ડોક્ટરનું આધાર કાર્ડ બનાવી એસ.વી.પી હોસ્પિટલના મ્યુનીસીપલ ફાર્મસી સ્ટોરમાં આ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરીને રેમડેસીવીરના ૩૦ જેટલા ઈન્જેકશન મેળવીને સેવીયર હોસ્પિટલ સાથે વિશ્વાસ ઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગે નવરંગપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

નારણપુરાના ભાસ્કર એપાર્ટમેન્ટમાં રહેતા અને નવરંગપુરાની સેવીયર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા રિધ્ધીશભાઈ પટેલ (ઉ.વ.૩૦)ને હાલની મહામારીના લીધે સરકારના આદેશ મુજબ હોસ્પીટલના ડેઝીગ્નેટેડ સ્ટાફ દાખલ થયેલ કોઈ દર્દીના આધારકાર્ડની ઝેરોક્ષ નકલ, દર્દીના કોરોના રીપોર્ટની નકલ તથા ડોક્ટરનુ પ્રીસ્ક્રીપશન તથા હોસ્પિટલના લેટરપેડ પર બાંહેધરી પત્રક લઈને એસ.વી.પી હોસ્પિટલમાં મ્યુની. કોર્પોરેશનના ફાર્મસી સ્ટોરમાં રેમડેસીવીર ઈન્જેકશન દર્દી માટે આપવામાંની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન મંગળવારે એક દર્દી કોરોના પોઝીટીવ હોવાથી આ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેથી તેમને રેમેડીસીવીર ઈન્જેકશન લેવા માટે રિધ્ધીશભાઈ તેમની હોસ્પિટલના સીફ ફાર્મસીસ્ટ ગુંજનભાઈ અને ભાવેશ મકવાણાઓ એસ.વી.પી હોસ્પિટલના મ્યુનીસીપલ ફાર્મસી સ્ટોર ખાતે ઈન્જેકશન લેવા માટે ગયા હતા. ત્યા જાણવા મળ્યુ હતુ કે, જે ડોક્યુમેન્ટ હાલ લઈને આવ્યા છો તે ડોક્યુમેન્ટ તથા રિધ્ધીશભાઈના ખોટા આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ સાથે પહેલા રજુ થયેલ છે જે આધાર કાર્ડમાં દેવાંગ ઠાકરના ધરનુ એડ્રેસ હતુ.

જાે કે ત્યારબાદ દેવાંગ ઠાકરનો સંપર્ક કરતા તે પાંચ દીવસની ફરજ પર આવવાનો નહી હોવાનું જણાવ્યુ હતુ. આ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, દેવાંગ ઠાકર સેવીયર એનેક્ષી કેર હોસ્પિટલમાં નોકરી કરતો હોત તેણે હોસ્પિટલના કોરા લેટરપેડ, હોસ્પિટલનો સ્ટેમ્પ, રીધ્ધીશભાઈનું આઈડીકાર્ડ તથા હોસ્પિટલમાં દાખલ દર્દીની માહિતી તેમજ તેમના ડોક્યુમેન્ટની ચોરી કરીને રીધ્ધીશભાઈનું ખોટુ આધાર કાર્ડ બનાવીને દાખલ દર્દીઓના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને ખોટી સહીઓ કરીને એસ.વી.પી હોસ્પીટલના મ્યુનીસીપલ ફાર્મસી સ્ટોરમાં જમા કરાવીને ૩૦ જેટલા રેમડેસીવીરના ઈન્જેકશનો મેળવી લીધા હતા.