અમદાવાદ-


ફાયર સેફ્ટી એક્ટનો અયોગ્ય અમલ એ લોકો સાથે છેતરપિંડી સમાન છે.


શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુઘટર્ના મુદ્દે થયેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ અગ્નિ કાંડની ઘટનાને દુઃખદ ગણાવી રાજ્ય સરકારને ટકોર કરી હતી કે, રાજ્યમાં બનેલા ફાયર એ એકટનો અમલ યોગ્ય રીતે નહીં કરવાની બાબત એ સરકારે લોકો સાથે કરેલી છેતરપિંડી સમાન છે.

ખાનગી હોસ્પિટલમાં આગ લાગે તો આ ઈમરજન્સીના સમયમાં તેને ઠારવા માટે કેવીરીતે કામ કરવું તે અંગે કોઈને તાલિમ આપવામાં આવી છે ખરી? જાે આગ કેવી રીતે હોલવવી અને આવી સ્થિતિમાં કેવી રીતે કામ કરવું તે આવડતું જ ના હોય તો આગની આ પ્રકારની દુઘટર્નાને કેવી રીતે ટાળી શકાશે ?

હોસ્પિટલ કે બહુમાળી મકાનોમાં ફાયર સેફ્ટી માટેના સાધનો કામ કરતા ના હોય તો જવાબદાર કોણ હશે ? હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ફાયર સેફ્ટીના કાયદાના અમલમાથી મ્યુ. કોર્પોરેશન વિસ્તારને બાકાત રાખવાની વાત એ ગંભીર બાબત છે. હાઇકોર્ટે મુખ્ય સચિવ, મ્યુનિ. કમિશનર, ચીફ ફાયર ઓફિસર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. આગની દુર્ઘટનામાં ૮ દર્દીઓના મૃત્યુ થયા હતા.