સમગ્ર વિશ્વમાં ગાજેલી બ્લૅક લાઇવ્સ મૅટર્સ નામની પહેલને હવે ક્રિકેટ સાઉથ આફ્રિકા પણ પોતાનો ટેકો આપશે. આ પહેલાં આ કૅમ્પેનને વેસ્ટ ઈન્ડીઝના પ્લેયરોએ ટેકો આપ્યો હતો. ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જૅક કૅલિસે કહ્યું કે, બ્લૅક લાઇવ્સ મૅટર્સ. આ ઘણું સરળ છે. દેશની સ્પોર્ટિંગ બૉડી સાથે અંદાજે ૫૬૦ લાખ લોકો જોડાયેલા છે.

એવામાં આ અતિમહત્ત્વપૂર્ણ પહેલને સાંભળવાની અને એને ટેકો આપવાની અમે તૈયારી બતાવીએ છીએ. ૧૮ જુલાઈએ નેલ્સન મંડેલા ઇન્ટરનૅશનલ ડે નિમિત્તે ક્રિકેટ સાઉથ આફ્રિકા આ પહેલને પોતાનો ટેકો વધુ મજબૂત કરશે. આ કૅમ્પેનને પોતાનો ટેકો આપીને દરેક પ્રકારની હિંસા સામે અમે અમારો આક્રોશ વ્યક્ત કરીશું. માત્ર અમારા ઑર્ગેનાઇઝેશન માટે નહીં, સમાજ માટે પણ આ ઘણું અગત્યનું છે.