વડોદરા

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયા અને કૃણાલ પંડયાના પિતા હિમાંશુ પંડયાનું આજે વહેલી સવારે હૃદયરોગના હુમલામાં નિધન થતાં વડોદરામાં જ ટી-૨૦ ટુર્નામેન્ટ રમી રહેલો કૃણાલ ટીમ છોડીને ઘરે આવી ગયો હતો, જ્યારે હાર્દિક મુંબઈથી વડોદરા આવી પહોંચ્યો હતો. બપોરે વાસણા રોડ સ્થિત તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી વડીવાડી સ્મશાને પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્તવિધિ સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. બંને દીકરાએ પિતાંબર પહેરીને કાંપ આપી હતી.

બીસીએની મીડિયા કમિટીના ચેરમેન સત્યજિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતંુ કે હિમાંશુ પંડયાની તબિયત નાદુરસ્ત હતી. આજે સવારે ચાર વાગે તેમને હાર્ટએટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું નિધન થયું હતું. ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર કૃણાલ પંડયા વડોદરામાં જ સૈયદ મુસ્તક અલી ટી-૨૦ ટુર્નામેન્ટ રમતો હોઈ તે ટીમ છોડીને ઘર આવ્યો હતો, જ્યારે હાર્દિક પંડયા મંુબઈથી બપોરે વડોદરા આવી પહોંચ્યો હતો. બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ વાસણા-ભાયલી રોડ સ્થિત તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી અને વડીવાડી સ્મશાન ખાતે પહોંચી હતી, જ્યાં તેમના પાર્થિદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં પરિવારજનો, સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બંને દીકરાઓએ પિતાંબર પહેરીને પિતાના નશ્વરદેહને કાંધ આપી હતી. બાદમાં શાસ્ત્રોક્તવિધિ સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમયાત્રામાં બીસીએના પ્રમુખ પ્રણવ અમીન, સીઈઓ શિશીર હટંગડી, મીડિયા કમિટીના ચેરમેન સત્યજિતસિંહ ગાયકવાડ, પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને પંડયાબંધુઓના ગાઢ કિરણ મોરે સહિત ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિકના પિતા હિમાંશુ પંડયા સુરતમાં ફાઈનાન્સનો વ્યવસાય કરતા હતા. જાે કે, ૧૯૯૮માં વડોદરા આવ્યા હતા, તે સમયે હાર્દિક માત્ર પાંચ વર્ષનો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી, તેથી તેઓ હંમેશાં બંને દીકરાઓને પાસે બેસાડીને મેચ જાેવા લઈ જતા હતા. આર્થિક તંગી હોવા છતાં બંને દીકરાઓને એકેડેમીમાં એડમિશન અપાવ્યું હતું.