મુંબઈ

ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ શુક્રવારે લગ્ન કર્યા હતા. તેણે આ માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આપી છે. આ ઓલરાઉન્ડરે તેની લાંબી સમયની ગર્લફ્રેન્ડ અજુમ ખાન સાથે મુંબઈમાં લગ્ન કર્યા છે. એક તસવીરમાં શિવમ દુલ્હન સાથે દુઆ માંગતા નજરે પડે છે. આ સાથે જ એક તસવીરમાં શિવમ અને તેની પત્ની એકબીજાને વીંટી પહેરીને નજરે પડે છે. આ લગ્નમાં હિન્દુ-મુસ્લિમ રિવાજોની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી હતી.


શિવમ અને અંજુમ ખાને તેમના બંને ધર્મોની માન્યતાઓ અને પરંપરાઓનું ધ્યાન રાખ્યું હતું અને તેથી હિન્દુ અને મુસ્લિમ બંને રિવાજોના આધારે લગ્ન કર્યા. આ તસવીરો પોસ્ટ કરીને બંનેએ આ પાસા પણ વ્યક્ત કર્યા હતા.


૨૮ વર્ષિય શિવમ દુબે ડાબા હાથથી બેટ કરે છે અને લાંબા છગ્ગા ફટકારવા માટે પ્રખ્યાત છે. તેણે ઘરેલું ક્રિકેટમાં મુંબઇ તરફથી એક ઓવરમાં ૫ સિક્સર ફટકારવા જેવા અજાયબીઓ કર્યા હતા. ખાસ વાત એ છે કે તેણે આ એક વાર નહીં પરંતુ બે વાર કર્યું છે