મુંબઇ,તા..૧૩

ભારતના સૌથી પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું શનિવારે અવસાન થયું છે. આ વર્ષે જાન્યુઆરીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વો ૧૦૦ માં જન્મદિવસ ઉજવવા વસંત રાયના જન્મદિવસ પર કેક સાથે પહોંચ્યા હતા. તેમના મૃત્યુ બાદ વિશ્વના સૌથી વૃદ્ધ ક્રિકેટર ન્યૂઝીલેન્ડના એલન બર્ગેસ છે (જન્મ ૧ મે, ૧૯૨૦). 

રાયજી, જમણા હાથના બેટ્‌સમેન, ૧૯૪૦ ના દાયકામાં ૯ પ્રથમ શ્રેણીનો મેચ રમ્યા, જેમાં ૨૭૭ રન બનાવ્યા હતી. તેનો સર્વોચ્ચ સ્કોર ૬૮ રન હતો. દક્ષિણ મુંબઈના બોમ્બે જીમખાનામાં ભારતે પ્રથમ ટેસ્ટ મેચ રમી ત્યારે ઈતિહાસકાર રાયજી ૧૩ વર્ષના હતા. તે ભારતીય ક્રિકેટના સમગ્ર પ્રવાસના સાક્ષી રહ્યાં છે. તે બોમ્બે (હાલ મુંબઈ) અને બરોડા માટે રમ્યા હતાં.

જન્મદિવસ પર દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો સાથે રાયજીને મળવા ગયા હતા. તેંડુલકરે તે સમયે ટિ્‌વટર પર લખ્યું કે, શ્રી વસંત રાયજી તમને ૧૦૦ મો જન્મદિવસની શુભેચ્છા. સ્ટીવ અને મેં તમારી સાથે ખૂબ સરસ સમય પસાર કર્યો અને ભૂતકાળની કેટલીક આશ્ચર્યજનક ક્રિકેટ વાર્તાઓ સાંભળી. અમારી પ્રિય રમત વિશેની યાદોનો ખજાનો આગળ વધારવા બદલ તમારો આભાર.’રાયજીએ લાલા અમરનાથ, વિજય મર્ચેન્ટ, સી.કે. નાયડુ અને વિજય હજારે સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે. તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે.