સ્પેન, તા.૫

સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ પોતાના જોડિયા બાળકો ઇવા અને મેટીયોનો ત્રીજો જન્મદિવસ ઉજવ્યો હતો. તસ્વીરમાં પહેલા ઇવાએ પીંક કલરની ટીઆરા પહેરી હતી. જ્યારે રોનાલ્ડો અલાદિનના પહેરવેશમાં જોવા મળ્યો હતો અને મેટીયોએ સ્પાઇડરમેનનો ડ્રેસ પહેરયો હતો. અને રોનાલ્ડો જુનિયર હલ્કનો માસ્ક પહેરીને જોવા મળ્યો હતો. જ્યારે રોનાલ્ડોની ગર્લફેન્ડ જયોર્જીનાએ આઉટફીટ પણ પીંક કલરનો પહેરી હતી.હાલ રોનાલ્ડોને ચાર બાળકો છે.