પોર્ટુગલ-

પાંચ વખતના બેલોન ડી ઓર વિજેતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જીત્યો છે. બુધવારે રોનાલ્ડો વિશ્વનો ટોચનો આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર બન્યો. પોર્ટુગલના સ્ટારે આયર્લેન્ડ સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ દરમિયાન ૧૧૧ ગોલ કર્યા હતા. ગિનીસ બુક ઓફ રેકોર્ડ્‌સે તેમને ૨૦૦૩ થી ૨૦૨૧ વચ્ચે અગ્રણી આંતરરાષ્ટ્રીય ગોલ-સ્કોરર તરીકે માન્યતા આપી હતી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વર્લ્ડ રેકોર્ડ બ્રેકર તરીકે સન્માનિત થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પોતાના સર્ટિફિકેટ સાથે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરતા રોનાલ્ડોએ લખ્યું, “ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્‌સ માટે આભાર. વર્લ્ડ રેકોર્ડ બ્રેકર તરીકે ઓળખવા માટે હંમેશા સારું. ચાલો સંખ્યાને વધુ ઉંચી સેટ કરવાનો પ્રયાસ ચાલુ રાખીએ! "

રોનાલ્ડોએ વર્લ્ડ કપ ૨૦૨૨ ક્વોલિફાયરમાં આયર્લેન્ડ સામે ૨ શાનદાર ગોલ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. રોનાલ્ડોના ૨ ગોલના આધારે તેની ટીમે આ મેચ ૨-૧થી જીતી હતી. હવે તેના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૧૧૧ ગોલ છે. તેણે ઈરાનના અલી દેઈને પાછળ છોડી દીધા છે. તેની પાસે ૧૦૯ ગોલનો રેકોર્ડ હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ બે સિવાય અન્ય કોઈ ફૂટબોલ ખેલાડી ૧૦૦ ગોલના આંકડા સુધી પહોંચી શક્યો નથી. રોનાલ્ડોએ યુરો કપ દરમિયાન સૌથી વધુ ગોલ કરવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી.