અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સ્પોર્ટસ પાર્ક બનાવવામાં આવ્યા છે છેલ્લા એક મહિનાથી આ સ્પોર્ટ્‌સ પાર્ક બનીને તૈયાર હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા શરૂ કરવામાં આવ્ય ન હતા આજે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ સાથે પાલડી બનેલા સ્પોર્ટ્‌સ પાર્કને ખુલ્લું મૂક્યું હતું.

તેઓએ જાતે રીબીન કાપી અને ત્યાં મુકવામાં આવેલા સાધનો પર બેસી કસરત કરી અને કોમ્પ્લેક્ષ ખુલ્લું મૂક્યું હતું. ભાજપના નેતાઓ પાસે આ સ્પોર્ટ્‌સ પાર્કને ખુલ્લું મુકવા માટે સમયનો અભાવ હોવાથી તેઓએ જાતે જ શરૂ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. રમત-ગમતમા રસ ધરાવતા લોકોને મનોરંજન મળી રહે તેમજ ભવિષ્યમાં અમદાવાદમા મોટા સ્પોર્ટ્‌સ આયોજનને ધ્યાનમા લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વમાં શાહપુર પાસે અને પશ્ચિમમાં પાલડી દ્ગૈંડ્ઢ પાછળ એમ બે સ્પોર્ટસ પાર્ક ઉભા કરાયા છે. દરમિયાન વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી આ કોમ્પલેક્ષ દૂર ખાડા પડ્યા હોય એ પ્રજાના ટેક્સના નાણાં વેડફી રહ્યા જ હતા એક તરફ રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપવાની મોટી મોટી વાતો કરે છે બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ યુવાનોને ઉપયોગી થતા નથી એટલે યુવાનોની લાગણીને માન આપીને તેને સવારે ખુલ્લા મુક્યા છે.