દાહોદ જિલ્લામાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે જેના કારણે દાહોદ શહેરના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ થતા દિવસ દરમિયાન રોજેરોજ સોશિયલ ડિસ્ટન્સના લીલા ઉડતા જાેવા મળી રહ્યા છે જેના કારણે આવનાર દિવસોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે. એક તરફ દાહોદ જિલ્લામાં જનતાની બેદરકારીને કારણે કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. બજારમાં ભીડના દૃશ્યથી સંક્રમણનું જાેખમ દેખાઇ રહ્યું છે.