વડોદરા, તા.૨૮ 

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અકોટા-દાંડિયાબજાર બ્રિજ પર રૂા.૨૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સોલાર રૂફટોપ પેનલ ખાતે ઈલેકટ્રીક રોશનીથી શણગારવામાં આવતાં નગરવાસીઓ માટે આ સ્થળ પિકનિક સ્પોટ બન્યું છે અને મોટી સંખ્યામાં ઠંડીના માહોલ વચ્ચે શહેરીજનો રોશનીનો નજારો જાેવા માટે ઉમટી પડયા હતા.

બીજી તરફ કોરોનાકાળમાં કોરોના સંક્રમિત થવાના ભયથી રાવપુરા પોલીસ એકશનમાં આવી હતી અને અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર એકત્રિત થતા લોકોને વિખેરવા માટે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. શહેરમાં કોરોનાની મહામારીને લઈને ૩૧મી ડિસેમ્બર - થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યોજાતા ડાન્સ એન્ડ ડીનર પાર્ટીઓ અને ધાર્મિક સભાઓ ઉપર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકયો છે. તેવા સમયે શહેરના જાહેર માર્ગ અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સૌથી મોટી સોલાર રૂફટોપ પેનલ સેવાસદન દ્વારા ૩૧મી ડિસેમ્બર - થર્ટી ફર્સ્ટની ઉજવણીના સમયે જ મનમોહક ભવ્ય રંગબેરંગી ઈલેકટ્રીક રોશની - લાઈટિંગ કરવામાં આવ્યું છે. જેનો નજારો જાેવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં બ્રિજ ઉપર ઉમટી પડયા હતા. બીજી તરફ આ બ્રિજ પરથી નાના મોટા અસંખ્ય વાહનો અવરજવર કરી રહ્યા છે જેના પરિણામે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડી રહ્યા હોવાની રાવપુરા પોલીસે આ બ્રિજ પર સઘન પેટ્રોલિંગ

વધારી દેવામાં આવ્યું છે.