વડોદરા,તા.૬

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાની દિવસે દિવસે બદતર બનતી જતી સ્થિતિને લઈને રાજ્ય સરકારને સવારે લોકડાઉન અંગે ર્નિણય કરવાને માટે આદેશ આપવામાં આવ્યો હતો.

જેને લઈને આ વાત વાયુવેગે સમગ્ર શહેરમાં ફેલાતા સામાન્ય નાગરિકો અને વેપારીઓના જીવ વધુ એકવાર લોકડાઉનના ભયને લઈને પડીકે બંધાઈ ગયા હતા. આને કારણે શહેરના બજારોમાં જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવાને માટે નાગરિકોનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. ખાસ કરીને લોકડાઉન પુનઃ લાગુ પડવાની આશંકાને લઈને બજારોમાં ખરીદી કરવા માટે એકાએક બપોરથી મોદી સાંજ સુધી સતત ભીડ ઉમટી પડી હતી. તેમજ શહેરના મોલો અને બજારોમાં કીડીયારાની માફક માનવ મહેરામણ ખરીદી કરવાને માટે ઉમટી પડતા કેટલાક મોલોમાં તો ભીડને કાબુમાં લેવાને માટે અને સોશ્યલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કરાવી શકાય એને માટે પોલીસ ફોર્સને બોલાવવાની ફરજ પડી હતી. એકાએક અકલ્પનિય ભીડ ઉમટી પડતા વેપારીઓમાં પણ કોરોણાનો ભય ફેલાયો હતો.શહેરના મુખ્ય બજારો માર્કેટ,ચોખંડી,હાથીખાના ઉપરાંત અન્ય વિસ્તારોમાં આવેલા મુખ્ય બજારોમાં ખાણીપીણીની તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવાને માટે લોકો અને એમાંય ખાસડ કરીને મહિલાઓ મોટા પ્રમાણમાં ઉમટી પડી હતી. અલબત્ત આ બાબતને લઈને હાથીખાના સહિતના સ્થળોએ ભીડને કાબુમાં લેવાને માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને માટે પોલીસને દોડી જવું પડ્યું હતું. ખાસ કરીને અનાજ,કરિયાણું અને મરી મસાલા લેવાને માટે ભીડ જાેવા મળી હતી.

જેને કારણે સમગ્ર શહેરમાં જાણેકે લાંબા ગાળાને માટે કર્ફ્‌યુ જેવી સ્થિતિ લોકડાઉનની પુનઃ લાદી દેવામાં આવી હોય એવો ભય સામાન્ય નાગરિકોના ચહેરા પર સ્પષ્ટ જાેવા મળી રહ્યો હતો. ઉપસ્થિત મેદની દ્વારા જે કઈ ખરીદી કરવામાં આવતી હતી.એ મોટા પ્રમાણમાં કરવામાં આવતી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.જાે કે મોટા પ્રમાણમાં ખરીદી માટે એકાએક ભીડ ઉમટવા છતાં પણ બજારમાં ક્યાંય સ્ટોકની અછત વર્તાઈ નથી. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને ભરવાની સીઝન હોઈ વેપારીઓની પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો હોવાનું વેપારીઓએ ઉમેર્યું હતું.