નવરાત્રિ પર્વની આઠમ નિમિત્તે આજે શહેરના માઈમંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. કેટલાક મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે હોમ, હવન, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મા શક્તિની આરાધનાનું પર્વ એવા નવરાત્રિ મહોત્સવમાં આજે કેટલાક ભક્તો દ્વારા આઠમ નિમિત્તે ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરી હતી. શહેરના એમ.જી.રોડ ઘડિયાળી પોળ સ્થિત માઈમંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. જ્યારે અનેક સ્થળોએ હોમ, હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.