નંદુરબાર-

નંદુરબારના તોરણમાળ ઘાટીમા એમપી પાસિંગની મુસાફરોથી ભરેલી ક્રુઝર ગાડી ધાર્મિક કાર્યક્રમ માટે નંદુરબાર જિલ્લામાં આવી રહી હતી. દરમિયાન તોરણમાલ ઘાટીમાં તીવ્ર ચઢાણ પર ગાડીનો મોશન તૂટી જતા ગાડી રીવર્સમાં જતી રહી હતી. બ્રેક મારતા બ્રેક ફેલ થઈ ગયા જેના કારણે ગાડી ૪૦૦ ફૂટ નીચે ઘાટીમા પડી ગઈ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં ૦૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૫ ઘાયલ થયા હતા જેમાંથી ૪ની સ્થિતિ ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા સ્થાનિકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પીએમ મોદીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ૨-૨ લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની મદદની જાહેરાત કરી હતી. મૃતકોના નામઃ- ગુમાનસિંહ નીગવાલ ઉમ્ર ૩૪ રહે. શેમલેટ (મ.પ્ર.), કાશીરામ તડવે ઉમ્ર ૨૫ રહે. ચેરવી (મ.પ્ર.), ઝુકસિગ નિગવાલ ઉમ્ર ૨૦ રહે. ચેરવી (મ.પ્ર.), કમલ ઠાકૂર ઉમ્ર ૪૦ રહે. ખેરવાણી (મ.પ્ર.), મુન્ના તડવે ઉમ્ર ૩૫ રહે. ચેરવી (મ.પ્ર.), ભાકીરામ નિગવાલ ઉમ્ર ૩૧ રહે. શેમલેટ (મ.પ્ર.), વેરંગ્યા સોલંકી ઉમ્ર ૪૨ રહે. શેમલેટ (મ.પ્ર.), અંધાર્યા માનકર ઉમ્ર ૩૬ રહે. ચેરવી (મ.પ્ર.).