અમદાવાદ-

ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા તરફથી ડિસેમ્બર ૨૦૨૦માં લેવામાં આવેલી પ્રોફેશનલ અને એક્ઝિક્યૂટિવ પોગ્રામની એક્ઝામના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના વિદ્યાર્થીઓને ડંકો જાેવા મળ્યો છે. દેશના ટોપ-૨૫ વિદ્યાર્થીઓમાં આ બન્ને જ કોર્સના મળીને અમદાવાદના ૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

આ અંગે આઈસીએસઆઈ અમદાવાદ ચેપ્ટના અધ્યક્ષ ભવ્ય ગોદાનાએ જણાવ્યું કે, અમદાવાદ ચેપ્ટર માટે ગર્વની વાત છે કે, પ્રોફેશનલ પોગ્રામમાં દેશના ટોપ-૧૦ વિદ્યાર્થીઓમાં અમદાવાદના નીલ મેહતાએ દેશમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. નીલે ૫૩૨ માર્ક્સ મેળવીને ૫૯.૧૧ ટકા પ્રાપ્ત કર્યાં છે. એક્ઝીક્યૂટિવ પોગ્રામમાં દેશના ટોપ-૨૫ વિદ્યાર્થીઓમાં બે અમદાવાદના છે. જેમાં અંકુલ પટવાએ ૮૦૦માંથી ૫૧૬ માર્ક્સ અને ૬૪.૫૦ ટકા પ્રાપ્ત કરીને દેશમાં ૧૧મું સ્થાન મેળવ્યું છે. જ્યારે અંજલી પાલીવાલે ૪૯૭ માર્ક્સ સાથે ૬૨.૧૩ ટકા પ્રાપ્ત કરીને ૨૩મો ક્રમ હાંસલ કર્યો છે.

અંકુલ પટવાએ વર્ષ ૨૦૧૭માં ઝ્રછની ૈંઁઝ્રઝ્ર પરીક્ષામાં સમગ્ર દેશમાં ૧૫મો રેન્ક મેળવ્યો હતો. જ્યારે અંજલી પાલીવાલે પણ ૨૦૧૯માં સીએસ ફાઉન્ડેશનની એક્ઝામમાં સમગ્ર દેશમાં ૧૭મો રેન્ક મેળવી ચૂકી છે. એક્ઝિક્યૂટિવ અને પ્રેફેશનલની આગામી પરીક્ષા જૂનમાં લેવાશે. આગામી ૧ લી જૂનથી પરીક્ષાઓ શરૂ થશે. જે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત ૨૫મી સુધીની છે.