ગાંધીનગર : ગુજરાત હાઈકોર્ટે હાલમાં ગુજરાતની સ્થિતી જાેતા લોકડાઉન કરવા અંગે સરકારને ટકોર કરી હતી. જેના પગલે મુખ્યમંત્રીએ સુરતથી ગાંધીનગર આવીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ રાજ્યમાં લોકડાઉન અંગે ખૂબ જ મહત્વનો ર્નિણય લીધો હતો. જે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકો જાેગ સંબોધન કરીને લોકડાઉન સંદર્ભે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના ચાર મહાનગરો સહીત હવે રાજયના ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યૂ લાદવાની જાહેરાત કરી હતી.

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની મહામારી વકરી રહી છે. રાજ્યના કોરોનાના કુલ પોઝિટિવ કેસનાં ૬૦ ટકા કેસો ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જાેતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી.

આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકારની એક ટીમ ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કેન્દ્રીય સચિવ પી.કે મિશ્રા સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકડાઉન કરવી પડે તેવી સ્થિતીનું નિર્માણ હજુ સુધી થયું નથી. પરંતુ કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો લેવા ખૂબ જ જરૂરી છે. જેથી આજથી ગુજરાતમાં રાત્રિ કર્ફ્‌યૂના સમય અને શહેરોમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રિ કર્ફ્‌યૂ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્‌યૂં રહેશે. આ ઉપરાંત માત્ર ચાર મહાનગરોમાં જ નહી પરંતુ ગુજરાતનાં ૨૦ શહેરોમાં રાત્રી કર્ફ્‌યૂં રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઉપરાંત હવે ગુજરાતનાં ૨૦ શહેરોમાં રાત્રે કર્ફ્‌યૂ રહેશે. જેમાં ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ એવા અન્ય ચાર મહાનગરો પણ રાત્રે ૮ વાગ્યાથી કર્ફ્‌યૂ લાગી પડશે. આ ઉપરાંત અમરેલી, મહેસાણા, ભૂજ, ગાંધીધામ, ગોધરા, આણંદ, નડિયાદ, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં હવેથી નાઈટ કર્ફ્‌યૂ લાગુ પડશે.

આ ઉપરાંત ટેસ્ટિંગ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રેસિંગને પણ ખુબ જ મહત્વ આપવામાં આવશે. કન્ટેઇનમેન્ટ ઝોન અંગે પણ વધારાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં કલેક્ટર અથવા કમિશ્નર નક્કી કરશે તેને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવશે. આ પ્રકારે કોરોના સંક્રમણ અટકાવાશે. રેમેડિસિવિર ઇન્જેક્શન ૩ લાખ ઇન્જેક્શનનો સરકારે ઓર્ડર આપી દીધો છે. ખુબ જ ઝડપથી તેનો સપ્લાય ચાલુ થાય તેવો પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારી દવાખાનામાં ફ્રી અપાશે. ખાનગી હોસ્પિટલમાં નફો ન નુકસાનના ધોરણે અપાશે. જ્યાં જરૂર હશે તે પ્રકારે ઇન્જેક્શન ૨ દિવસમાં જાેઇએ તેટલા મળશે.

ઓક્સિજનની માંગ વધી છે ત્યારે સરકારે ર્નિણય લીધો છે કે, ઓક્સિજનનું જે લોકો ઉત્પાદન કરે છે તેને ૭૦ ટકા ઓક્સિજન કોરોના સંદર્ભમાં આરોગ્ય વિભાગ માટે રિઝર્વ રાખવામાં આવશે. ૩૦ ટકા ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે અપાશે. બેડની સંખ્યા વધારવા માટે વ્યાપક યોજના બનાવી છે. નાના નર્સિંગ હોમને પણ માઇલ્ડ અને એસિમ્ટમેટિક લોકોની સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં અને કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવશે. અહીં આઇસીયુ કે ઓક્સિજનની સગવડ નહી. એસિમ્ટમેટિક અને માઇલ્ડ પ્રકારનાં દર્દી દાખલ કરવામાં આવશે.

ગાઈડ લાઈન અંગે મુખ્ય મુદ્દાઓ

• કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે ઃ વિજય રૂપાણી,

• લોકોએ સરકારી ગાઈડ લાઇનનું હજી પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશેઃ સીએમ

• ૩૦ એપ્રિલ સુધી કર્ફ્‌યૂ યથાવત રહશે ઃ મુખ્યમંત્રી રૂપાણી,

• કર્ફ્‌યૂનો નવો સમય આવતીકાલથી લાગુ થઈ જશેઃ વિજય રૂપાણી

• કર્ફ્‌યૂનો સમય રાત્રે ૮ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધીમાં રાત્રિ કર્ફ્‌યૂ રહશેઃ રૂપાણી

• અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ઉપરાંત અન્ય ચાર મહાનગરોમાં પણ શરૂ કરાયો રાત્રિ કર્ફ્‌યૂ ઃસીએમ

• રાજયના આઠ મહાનગરો ઉપરાંત અન્ય ૧૩ શહેરોમાં પણ રહેશે રાત્રિ કર્ફ્‌યૂ ઃ મુખ્યમંત્રી રૂપાણી

• કર્ફ્‌યૂ દરમિયાન જે પણ વ્યક્તિ વગર કારણસર બહાર નીકળશે તેની સામે થશે કાર્યવાહી ઃ સીએમ

• ૩૦ એપ્રિલ સુધી રાજ્યમાં સરકારી કચેરીમાં ચારે ચાર શનિવારે કામગીરી સંપૂર્ણ પણે બંધ રહશેઃ સીએમ

• લગ્નમાં ૨૦૦ ની જગ્યાએ ૧૦૦ લોકોને જ મળશે પરમીશનઃ સીએમ રૂપાણી,

• ગાંધી નગર અને મોરવા હડફની ચુંટણી સરકારી ગાઈડલાઇન મુજબ થશેઃ સીએમ રૂપાણી,

• રાજકીય કે સામાજિક મેળાની પરમીશન કોઈ પણ કિમતે નહીં મળેઃ સીએમ રૂપાણી,

• કોરોનાના ટેસ્ટીંગમાં વધારો કરાયો છે ઃ વિજય રૂપાણી ,

• મહાનગરોમાં હજી પણ મોટી સખ્યાંમાં વેક્સિન મોકલવામાં આવશે ઃ રૂપાણી,

• રાજ્યમાં દર્દીઓની સંખ્યાઓને જાેતાં હોસ્પિટલમાં બેડની સખ્યાં વધારવામાં આવશે ઃ સીએમ રૂપાણી,