વોશિંગ્ટન,તા.૧

અમેરિકામાં એક ગોરા પોલીસ દ્વારા જ્યોર્જ ફ્લોયડ નામના એક અશ્વેત નાગરિકોના મોતનો ભારે વિરોધ વધી રહ્યો છે અને સુપર પાવરની રાજધાની વોશિંગ્ટન ડીસી સહિત ૪૦ શહેરમાં કર્ફ્યુ લગાવવાની સત્તાવાળાઓને ફરજ પડી છે..ગઇકાલે રવિવાર રાતે પણ પ્રદર્શનકારીઓએ રાશ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસ સામે ભારે પ્રદર્શન કર્યું હતું.પરિણામે સુરક્ષાદળોએ ટીયરગેસ છોડવો પડ્યો હતો. એક અહેવાલ મુજબ, શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે ભારે વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થોડીવાર માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા. વોશિંગ્ટન સહિત ૧૫ શહેરમાં લગભગ ૫ હજાર નેશનલ ગાડ્‌ર્સ તૈનાત કરાયા છે. અને બે હજાર ગાડ્‌ર્સને સ્ટેન્ડ ટૂ રહેવા કહેવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓને હટાવવા માટે સીક્રેટ સર્વિસ અને યુનાઈટેડ સ્ટેટ્‌સ પાર્ક પોલીસે ભારે જહેમત કરવી પડી હતી.