વડોદરા,તા.૩૧

  ફેઈથ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી સાઈકલ યાત્રાનું આયોજન કરીને કરવામાં આવશે. આ યાત્રા પહેલા તૈયારીના ભાગરુપે આજે વડોદરા ખાતે પ્રિ રન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાર્યકર્તાઓ દ્વારા બેન્ડસ્ટેન્ડ થી છાણી સુધી સાયકલિંગ કર્યું હતું.

    વડોદરામાં ફેઈથ ફાઉન્ડેશન દ્વારા તમાકુના સેવનથી થતા કેન્સરને આટકાવવા માટે સાઈકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાઈકલ યાત્રા સાબરમતી આશ્રમ થી દાંડી બીચ સુધી જશે.જે તા.૧ ફેેબ્રુઆરી થી ૪ ફેેબ્રુઆરી સુધી ચાલશે. આ યાત્રાને સફળ બનાવવા માટે વડોદરામાં પ્રિ-રન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ બેન્ડ સ્ટેન્ડ થી છાણી સુધીના રસ્તા પર સવારે ૧૧ કલાકે ૧૫ થી ૨૦ કાર્યકર્તાઓ સાથે યોજાઈ હતી.અને લોકોને તમાકુનું સેવન ન કરવા તેમજ કોઈ પણ નશીલા પદાર્થ ન લેવા માટે જાગૃત કર્યા હતા.

  આ સાઈકલ યાત્રાનો મુખ્ય ઉદેશ્ય તમાકુ સેવનથી થતા કેન્સરમાં ધટાડો લાવવો,ટોબેકો ફ્રી જનરેશન બનાવવી તેમજ ગુજરાતની તમામ શાળા કોલેજાેને ટોબેકો ફ્રી ઈન્સ્ટિટયુટ જાહેર કરવાનો છે.