મુંબઈ-

દેશના સૌથી મોટા ગણાતા મિલ્કતના સોદાઓ પૈકીના એકમાં ડિ-માર્ટના સ્થાપકો રાધાકિશન દામાણી અને તેમના ભાઈ ગોપીકિશન દ્વારા દક્ષિણ મુંબઈના નારાયણ દાભોલકર રોડ ખાતે એક બંગલાનો સોદો રૂપિયા 1001 કરોડમાં પાર પાડવામાં આવ્યો છે. 

પ્રોપર્ટી માર્કેટના સૂત્રો દ્વારા જણાવાયું હતું કે, ટોની મલબાર હિલના વિસ્તારમાં 60,000 સ્ક્વેર ફીટથી વધારેનો બિલ્ટ અપ એરીયા ધરાવતો મધુ કુંજ નામનો આ બંગલો 1.5 એકર પ્રાઈમ લેન્ડ પર ફેલાયેલો છે. 

ગ્રાઉન્ડ ઉપરાંત એક માળનું બાંધકામ ધરાવતા આ કળાત્મક અને સુશોભિત બંગ્લાનું બાંધકામ જૂનું છતાં ભવ્ય છે અને તે ઐતિહાસિક મહત્વનું સ્થાપત્ય ધરાવનારો 90-વર્ષ જૂનો બંગલો છે. તેને મસમોટું કમ્પાઉન્ડ છે અને ખુલ્લું ટેરેસ પણ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, દામાણી બંધુઓએ આ બંગ્લાનો સોદો ગયા મહિને કર્યો હતો અને એ સમયે તેના માટે 30 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી પેટે પણ ચૂકવ્યા હતા.