વડોદરા : મિશન ૭૬ હેઠળ વડોદરા પાલિકાની તમામ ૭૬ બેઠકો પર કબજાે લેવા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરાયેલી કવાયતના ભાગરૂપે પશ્ચિમ વિસ્તારના દિગ્ગજ કોર્પેરેટર અને સળંગ ત્રણ વખત જંગી બહુમતી સાથે વોર્ડ.૯ માંથી ચૂટાયેલા રાજેશ આયરેને આગામી ચૂંટણીમાં ટીકીટ આપવાના વચન સાથે મોટાઉપાડે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો પરંતુ હવે ટીકીટ વહેચણીની ઉત્તેજના સભર ક્ષણો વચ્ચે મળેલી છેલ્લી મહીતી અનુસાર ભાજપામાં સત્તાવાર પ્રવેશ લેનાર રાજેશ આયરેને ટીકીટમાંથી વંચીત રાખવામાં આવ્યા છે. આ સમાચાર સાથે ગઈ ચૂંટણીમાં આરએસપીના નેજા હેઠળ વિરૂધ્ધ પ્રવાહમાં તરી પણ સમગ્ર પેનલ ચૂંટી લાવનાર રાજેશ આયરે અને તેમના કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જાેકે પક્ષ દ્વારા તેમને ટીકીટ નહીં અપાય એવી સત્તા જાણ હજી કરાઈ નથી. પરંતુ પ્રદેશ કક્ષાએ ટીકીટ વહેંચણીની ચાલી રહી કામગીરીના સ્થળેથી મળેલી ગુપ્ત માહીતીથી ખળભળાટ વ્યાપી ગયો છે. ત્રણ વખત ચૂંટણી જીતેલા રાજેશ આયરે બે વખત ભાજપમાંથી જ્યારે ત્રીજી વખત આરએસપીમાંથી ચુટાયા હોવાથી સળંગ ત્રણ વખત જીતેલા પાર્ટીના કાર્યકરને ટીકીટ નહીં આપવાની પ્રદેશ પ્રમુખની ઘોષણા રાજેશ આયરેને લાગુ પડતી નથી એમ એના ટેકેદારોની દલીલ છે. જયારે પક્ષ તેઓ ત્રણ વખત ચૂટાઈ ચુકયા હોવાથી આગામી ચૂંટણીમાં ઉમેદવારી માટે પાર્ટી દ્વારા ગેરલાયક ગણાય હોવાની ચર્ચા ચાલે છે.