ડભોઇ ઃ બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટ ડભોઈની કેટલીક સ્થાવર મિલકતો ડભોઇ નગરમાં આવેલ છે. તે મિલકતો મંદિર ટ્રસ્ટ દ્વારા જે તે વખતે મંદિરના ખર્ચનો નિભાવ થાય તે હેતુ માટે વર્ષો પહેલા જે તે ઈસમોને ભાડે આપવામાં આવેલ હતી. આવી જ એક મિલકત જેનો સુધરાઈ ઘર નંબર ઃ ૧/૧૦/૬૮/૧ વાડી મિલ્કત કનુભાઈ કાંતિલાલ વેમારિયાને ભાડે આપવામાં આવેલ તેઓ દ્વારા મંદિર ટ્રસ્ટ અને કોઈપણ જાતની જાણ કર્યા વગર કે પરવાનગી લીધા વગર આ મિલકત બારોબાર તેઓએ અરવિંદભાઈ હરકિશનદાસ પંચાલને ૨૦ વર્ષ પહેલા આપી દેવામાં આવેલ જેની જાન મંદિર ટ્રસ્ટને બે વર્ષ પહેલા થતાં હાલમાં આ મિલકતનો કબજાે ધરાવતા અરવિંદભાઈ હરકિશનદાસ પંચાલને ટ્રસ્ટ તરફથી તેઓ તેમની પાસે ની દુકાન જમીનનો કબજાે તેઓ મંદિર ટ્રસ્ટના કાયદેસરના ભાડુઆત ન હોવાથી મંદિર ટ્રસ્ટ ને પરત કરવા જણાવેલ પરંતુ તેમના તરફથી મંદિર ટ્રસ્ટને પરત ન આપતા. મંદિર ટ્રસ્ટ દ્વારા વકીલ દ્વારા નોટિસ આપવામાં આવેલ. અને આવી વકીલની આપેલી નોટિસ ને પણ ન ગણકારતા હાલમાં ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકેલ ગુજરાત જમીન પચાવવા પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ એમ દરજી દ્વારા મેં. કલેકટર, એ ફરિયાદ કરતી અરજી કરવામાં આવેલ છે. તેની તપાસ સરકાર શ્રી દ્વારા કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે. વધુમાં આવી જ બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટની ભાડે મિલકત ધરાવતા ભાડુઆતો ના ભાડાની રકમ ૧/૪/૨૦૨૦ થી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વધારવા માં આવેલ જેમાં ભાડુઆત ૧. મફતભાઈ મૂળજીભાઈ શાહ ૨. વિઠ્ઠલ એન્જિનિયરિંગ વર્ક્‌સના માલિક પંચાલ શંકરલાલ છોટાલાલ ૩. પંચાલ હરકિશનદાસ મગનલાલ ના વારસ પંચાલ અરવિંદભાઈ હરકિશનદાસ દ્વારા ભાડાની રકમ મંદિર ટ્રસ્ટને આજદિન સુધી જમા ન કરાવતા તેઓ સામે પણ વકીલ દીપકભાઈ એસ વસાઇવાલા તરફથી નોટિસ પાઠવવામાં આવેલ છે