ડભોઇ, તા.૨૩ 

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા ના માર્ગદર્શન હેઠળ વકીલ અશ્વીન પટેલ દ્વારા દરેક વિસ્તારો ના આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી હતી. અને આગામી ૫ મી ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક કરફ્યુ નું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. જેની સત્તાવાર જાહેરાત આજ રોજ સરકીટ હાઉસ ખાતે થી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી. તેમણે વડાપ્રધાન મોદીજીના શબ્દો ને લોકો આગળ ગણકાર્યા હતા કે ‘ જાન હે તો જહાણ હે’.

ડભોઇ નગર અને તાલુકાની પ્રજાના હિતની ચિંતા ને ધ્યાનમાં લઈ સંક્રમણ અટકવા માટે નગરજનો ને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સ્વૈચ્છીક કરફ્યુ માટે અપીલ કરવામાં આવી હતી.અને તેમની આ લાગણીભરી અપીલ ને સૌએ વધાવી ગત રોજ તા.૨૨મી જુલાઇ ના રોજ આ અનુસનાધાને ડભોઇ નગર આગેવાન ટાવર ચોક પાસે વિવિધ વિસ્તારો ના હિન્દુ અને મુસ્લીમભાઈઑ ને બોલાવી ધારાસભ્યની અપીલ વિષે જણાવતા આગામી તા.૨૩મી જુલાઇ થી ૫મી ઓગસ્ટ સુધી નગર માં સવારે ૮ થી ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જેથી નગર ના શ્રમીક લોકોને આર્થીક ભારણ પડે નહી જ્યારે કોરોના સંક્રમણ અટકવું પણ ખૂબ જરૂરી છે. જેથી બપોર ૨ વાગ્યા થી બીજે દિવસે સવારે ૫.૦૦ વાગ્યા સુધી સ્વૈચ્છીક જનતા કરફ્યુ નું લોકો દ્વારા ચુસ્ત પણે પાલન કરવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી હતી. જેને નગર ના વિવિધ વિસ્તાર ના આગેવાનો એ સહકાર આપ્યો હતો.