વડોદરા : સિવિલ ડ્રેસમાં પુરઝડપે ગાડી હંકારી રહેલા ડભોઈ પોલીસ મથકના પીઆઈ વાઘેલાને નિવૃત્ત વૃધ્ધ શિક્ષકે ગાડી ધીમે હંકારવાની ટકોર કરતા જ સત્તાના નશામાં મદ બનેલી પીઆઈ વાઘેલાએ તમે મને ઓળખો છો ? તેમ કહીને તમામ મર્યાદા નેવે મુકી પિતાની ઉંમરના વૃધ્ધને પોલીસ મથકે લઈ ગયા હતા અને વૃધ્ધે જાણે કોઈ ગંભીર ગુનો કર્યો હોય તેમ તેમના મોંઢા પર ૧૦થી ૧૨ થપ્પડો ઝીંકી દીધી હતી. પીઆઈએ કરેલા હુમલાથી વૃધ્ધ ગંભીર માનસિક રીતે તો ભાંગી પડ્યા છે જયારે તેમના આંખ અને કાનમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ બનાવની વૃધ્ધાની પુત્રીએ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી પીઆઈ વાઘેલા સામે પગલા લેવાની માગણી કરી છે.

ડભોઈમાં સ્વામીનારાયણ મંદિર પાછળ જગન્નાથપાર્ક સોસાયટીમાં રહેતા નીશાબેન જગદીશચંદ્ર પટેલે વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેમના પિતા જગદીશચંદ્ર વનારસીભાઈ પટેલની ૬૭ વર્ષની ઉંમર છે અને તે સરકારી રિટાર્યડ ઓફિસર છે. તે અગાઉ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં ડભોઈમાં રહે છે. ગત ૨૮મી તારીખના ગુરુવારે જગદીશચંદ્ર રાબેતા મુજબ ચાલવા માટે નીકળ્યા હતા. તે નાંદોદી ભાગોળ પાસેના મેઈનરોડ પરથી પસાર થતા હતા તે સમયે ટર્ન્િંાગ પર બાઈક પર નાના બાળકને લઈને પસાર થઈ રહેલું બાઈકસવાર દંપતીને ત્યાંથી સિવિલ ડ્રેસમાં ફોરવ્હીલ લઈને જઈ રહેલા ડભોઈ પોલીસ મથકના પીઆઈ વાઘેલાના વાહનની ટક્કર લાગતા રહી ગઈ હતી. તેઓની વચ્ચે અકસ્માત તો થયો નહોંતો પરંતું બાઈકચાલકે સ્ટિઅરીંગ પરથી કાબુ ગુમાવતા પાછળ બેઠેલુ બાળક પડી ગયુ હતુ.

આ દ્રશ્ય જાેઈને જગદીશચંદ્રએ તુરંત જાગૃત નાગરીક તરીકે પોતાની ફરજ નિભાવીને ફોરવ્હીલચાલક પીઆઈ વાઘેલાને ટકોર કરી હતી કે સાહેબશ્રી આપ વાહન થોડુ ધીરે ચલાવો, જાેકે આ ટકોર સાંભળીને ઉશ્કેરાયેલા પીઆઈ વાઘેલાએ તેમને વળતો સવાલ કર્યો હતો કે ‘તમે કોણ છો અને મને ઓળખો છો ?’. જાેકે જાહેરમાર્ગ પર ટકોરના કારણે અહમ ધવાતા પીઆઈ વાઘેલાએ પિતાતુલ્ય વૃધ્ધ જગદીશચંદ્રને જાહેરમાર્ગ પર ધાકધમકી આપી ઉધ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું અને પોલીસની ટુવ્હીલર પર બેસાડીને પોલીસ મથકમાં લઈ ગયા હતા. વૃધ્ધ જગદીશચંદ્ર જાણે કોઈ ગુનેગાર હોય તેમ તેમની પર પોલીસે ટોર્ચર કર્યું હતું અને પીઆઈએ તેમના ગાલ પર દસથી બાર લાફા ઝીંકી દીધા હતા. અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓને શિસ્ત અને ઈમાનદારીના પાઠ ભણાવી ચુકેલા નિવૃત્ત શિક્ષક જગદીશચંદ્ર તેમની સાથે પોલીસે કરેલા આવા ઉધ્ધત વર્તનથી માનસિક આઘાતમાં સરી પડ્યા છે. એટલું જ નહી પોલીસે એટલા જાેરથી તેમના ગાલ પર લાફા ઝીંક્યા હતા કે તેમની આંખોની દ્રષ્ટિમાં ખામી સર્જાઈ છે અને તેમને દરકે વસ્તુ ધુંધળી અને ડબલ દેખાવવાની શરૂઆત થઈ છે તેમજ માથામાં દુઃખાવો અને ચક્કર આવવાની તકલીફ શરૂ થઈ છે. આ બનાવની જગદીશચંદ્રએ પરિવારજનોને જાણ કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ સમગ્ર બનાવની જગદીશચંદ્રની પુત્રી નીશાબેને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરી હતી અને સત્તાનો દુરપયોગ કરતા ડભોઈના પીઆઈ વાઘેલા સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.