ડભોઇ : ડભોઇ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યના હસ્તે ઇન્ટરનેટ વાઈફાઈ કનેક્શનનો શનિવારે શુભારંભ કરવામાં આવ્યો હતો .ભારત સરકારના એફ. ટી. એચ કનેક્શન સી.એસ.સી વાઈફાઈ ચોપાલ દોરા વડોદરા જિલ્લામાં પ્રથમ ડભોઇ તાલુકા પંચાયતમાં વાઇફાઇ ઇન્ટરનેટ કનેક્શન ની સુવિધા ઊભી કરવામાં આવી હોય જેનો ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઇ બારોટ તથા ભાવેશભાઈ પટેલ દ્વારા પુષ્પ બુકે આપી સ્વાગત કર્યા બાદ તેઓના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લામાં સૌપ્રથમ ડભોઇ તાલુકા પંચાયત સહિત તાલુકાની ૧૧ ગ્રામ પંચાયતોમાં પણ જેમાં આ મુજબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને વહીવટી કામગીરી ઝડપી બનશે અને લોકોના કામ પણ સરળતાથી થશે તેવું ધારાસભ્યે જણાવ્યું હતું. જ્યારે કે ડભોઇ ધારાસભ્યની ભલામણથી તાલુકા પંચાયત સહિત ગ્રામ્ય પંચાયતમાં પણ વાઇફાઇ ઇન્ટરનેટ કનેક્શન ની શરૂઆત થતાં વહીવટી કામગીરીમાં સરળતા રહેશે નું તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઈ બારોટે જણાવ્યું હતું. એક વર્ષ સુધી ફ્રી કનેક્શન દરેક ગામ જેમાં સ્કૂલ આંગણવાડી પોલીસ સ્ટેશન ગવર્મેન્ટ ઓફિસ દવાખાનું પોસ્ટ ઓફિસ સસ્તા અનાજ ની દુકાનો વિગેરે પણ દરરોજનો ૩૦ખ્તહ્વ ફ્રી ભારત સરકારની સ્કીમ મુજબ આપવામાં આવશે નું તાલુકા વિકાસ અધિકારી આર એસ પરમારે જણાવ્યું હતું.