ડભોઇ

નંબર ૫ માં એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેચતા ભાજપ ના એક ઉમેદવાર બિનહરીફ થતાં શૈલેષભાઈ મહેતા દ્વારા હાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. આજ રોજ ડભોઇ નગર પાલીકા માં વોર્ડ નંબર ૫ માં એક કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેચતા ભાજપ ના ઉમેદવાર બિન હરીફ થયા હતા. વોર્ડ નંબર પાંચ ના કોંગ્રેસ પક્ષ ના એક ઉમેદવાર પુષ્પાબેન મિતેશભાઈ રાઠવા એ ફોર્મ પરત ખેચતા તેમની સામે ના ભાજપ ના સીતાબેન ભરતભાઈ વસાવા બિન હરીફ થયા હતા. ત્યારે નગરપાલિકા ના ભાજપ ના ચૂંટણી ઇન્ચાર્જ કનવીનર શશીકાંતભાઈ પટેલ દ્વારા ભારે જહેમત ઉઠાવી ભાજપ ને સૌ પ્રથમ કમળ ની સીટ ધારાસભ્ય શૈલેષ ભાઇ મહેતા ને અર્પણ કર્યું હતુ.