અમદાવાદ-

અમદાવાદમાં ગત રાતે અચાનક પવન સાથે વરસાદ પડ્યો હતો . જેમાં અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. આ વરસાદ થી એરપોર્ટ પર પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. અમદાવાદ એરપોર્ટ પર પણ ગત રાત્રી ના વરસાદ અને પવન ના કારણે એરપોર્ટ પર પડેલા પ્લેન ને નુકશાન થયું હતું. પવન ની જડપને કારણે પ્લેન એકબીજા ને ટકરાયાં હતા ને 3 પ્લેન ને આંશિક નુકશાન થયું થયું હતું એવા એરપોર્ટના સૂત્રો એ જણાવ્યુ હતું.

જોકે આ ઘટના ની કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરોને સલામત રીતે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સિવાય કેટલીક ફ્લાઇટ ને ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. ગત રાતે વરસાદ ના કારણે દિલ્હી અમદાવાદ ફ્લાઇટ, અને એક ચાર્ટર્ડ પ્લેન ને સુરત ડાયવર્ટ કરવામાં આવ્યૂ હતું. વરસાદના કારણે એરપોર્ટ ટર્મિનલ એરિયામાં પાણી ભરયા હતા. જેથી એરપોર્ટ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ત્યારે મુંબઈથી આવતા પેસેન્જરોને અડધો કલાક ફ્લાઇટમા બેસાડી રાખ્યા હતા. નોધનીય છે કે વરસાદ ઉપરાંત અનેક બર્ડ હિટની ઘટનાઓ પણ બનતી હોય છે. જેને લઈને પણ અનેક ઘટનાઓ ઘટતા અટકી છે.