પાદરા : પાદરા ના જાસપુર ની સીમમાં ગત મોડી રાતના ખેતરમાં વીજળી પડતા ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું દિવસ દરમ્યાન ઠંડા પવનના સુસવાટા સાથે ઝરમર વરસાદ સાથે વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા ચોમાસાની ઋતુના પછોતરા દિવસોમાં ગ્રામજનોને તોફાની વરસાદની ધુઆધાર બેટિંગ નો પરચો થઈ રહ્યો છે દિવસભર વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો છેલ્લા બે દિવસથી વરસાદે કબજાે જમાવી દીધો છે ધુઆધાર બેટિંગ ના પગલે આજ દિવસ દરમ્યાન ચાર કલાક સુધીમાં ૪૦ મિ.મી વરસાદ નોંધાયો હતો મોસમનો કુલ વરસાદ ૭૯૬ મી.મી નોંધાઇ ચુક્યો છે જે સરેરાશ વરસાદ કરતા વધુ નોંધાયો છેપાદરા -વડુ પંથકમાં સપ્ટેમ્બર માસના અંતિમ દિવસોમાં જાેરદાર રમઝટ જમાવી છે ગુલાબ વાવાઝોડાની અસરને લઈને છેલ્લા બે દિવસથી મધ્યમ થી ભારે વરસાદી ઝાપટા ના પગલે ઠંડકનો માહોલ જાેવા મળી રહ્યો છે બુધવારે દિવસ દરમ્યાન દોઢ ઈંચ થી વધુ વરસાદ ખાબકયો હતો ભારે પવનની સાથે વરસાદે ધમ ધમાટી બોલાવી છેવરસાદી માહોલ વચ્ચે ગ્રામજનોના જનજીવન પર માઠી અસર જાેવા મળી રહી હતી જેની સાથે ઠંડી નો અહેસાસ પણ લોકોમાં જાેવા મળી રહ્યો હતો પવન સાથે વરસાદ ખાબકતા જર્જરિત અને કાચા મકાનોમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા વીજપુરવઠો પણ વારંવાર ખોરવાઈ જવા પામ્યો હતો જ્યારે પાદરા-વડુ પંથકના ગામોના તળાવોમાં પાણીની આવક થવા પામી છે તેમજ અવિરત છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદ ના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓએ હેરાન થવું પડ્યું હતું અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા વર્ષોથી યથાવત છે જેના કારણે નગરજનો મુશ્કેલમાં મુકાયા છે વર્ષોથી પાણી અંગે કહેવાતા સત્તાધીશો પણ ઉકેલ લાવી શકતા નથી સતત વરસાદ ના પગલે પાદરા ના મુખ્ય બજારોમાં અવર જવર નહિવત જાેવા મળતી હતી લોકોએ પવનના સુસવાટા માં બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા સરદાર પટેલ શાક માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો હતો પાદરા-જબુંસર , પાદરા- વડોદરા હાઇવેરોડ સહિત તાલુકાના વિવિધ ગામો રોડ રસ્તા ધોવાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા અને વરસાદ વરસતા લોકોમાં ખુશીનો પણ માહોલ જાેવા મળી રહ્યો છે.