આણંદ : ગત રવિવારે આણંદ જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થતાં ભાજપે સફાયો બોલાવ્યો હતો. પૂર્વ અને વર્તમાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના ગઢ ઉપરાંત કોંગ્રેસનો પણ ગઢ ગણાતી આણંદ પંથકની સંસ્થાઓ પર કેસરિયો લહેરાયો હતો. નવાઈની વાત તો એ છે કે, આણંદ જિલ્લામાં પાંચ કોંગ્રેસના ધારાસભ્યો છતાં ડાંડિયા ડૂલ થઈ ગયાં હતાં! ગત રવિવારે આણંદ જિલ્લા પંચાયતની ૪૨ બેઠક, આઠ તાલુકા પંચાયતની ૧૯૬ બેઠક તથા છ પાલિકાની ૨૧૩ બેઠક પર મતદાન થયું હતું. આજે પરિણામ જાહેર થતાં ભાજપે જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત તથા છ પાલિકાઓ પર સપાટો બોલાવ્યો હતો. નવાઈની વાત તોએ છે કે, કોંગ્રેસનો ગઢ ગણાતાં આણંદને પણ બવે ભાજપે સર કરી લીધો છે. આણંદ જિલ્લામાં પાંચ-પાંચ કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યો હોવા છતાં રકાસ થયો છે.નવાઈની વાત એ છે કે, પેટલાદ પાલિકામાં બે વોર્ડમાં ઉમેદવારી નોંધાવનારાં કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય નિરંજન પટેલની હાર બંને બેઠકો પર હાર થતાં સોંપો પડી ગયો છે! આટલું જ નહીં સોજિત્રાના કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના એક પછી એક પરિવારજનોની પણ વિવિધ બેઠકો પર હાર થઈ છે. પૂનમ પરમારના દીકરાંની પણ હાર થઈ છે.