બારડોલીઃ

અત્યારે ડાંગ વિધાનસભાની બેઠક ઉપર પેટા ચૂંટણી ચાલી રહી છે. લોકોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ છે. આવી સ્થિતિમાં ડાંગમાંથી એક વીડિયો વાયરલ  થયો હતો. જેમાં ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો મારામારીનો વીડિયો વાયરલ થયો છે. મારા મારીનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોન આહવા સ્થિત ચિકન સેન્ટર ઉપર ગયા હતા. જ્યાં કોઈ કારણસર ચિકન સેન્ટરના સંચાલક સાથે બબાલ થઈ હતી. જોત જોતામાં બબાલે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. અને રેમશ ડોને ચિકન સેન્ટરના સંચાલક સાથે લાતો સહિત મારામારી કરી હતી. 

સુત્રોના જણાવ્યા પ્રમાણે રમેશ ડોનને સંચાલકો સાથે મારા મારી કરવાની સાથે અન્ય યુવકોએ પણ હાજર રહેલા યુવકો સાથે મારા મારી કરવાનું શરું કરી દીધું હતું. આમ યુવકોના બે જૂથો વચ્ચે માર મારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ત્યારબાદ એકઠા લોકોના ટોળાને પણ વિખેરીને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. મામલો એટલો તંગ બની ગયો હતો કે શાંત પાડવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી હતી. મારામારીનો વીડિયો ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો . ળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી દ્વાર સ્થાનિક ચિકન સેન્ટરના સંચાલક સાથેનો મારમારીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.