ઝાલોદ ઝાલોદ તાલુકા માંથી પસાર થતા નેશનલ બાયપાસ હાઇવે હાઇવે પર મસમોટા ખાડાઓ પાડવાના કારણે અકસ્માત સર્જાવવાનો ભય સેવાતો જાેવા મળ્યો હતો.ચોવીસ કલાક ધમધમતા બાયપાસ હાઇવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે. ત્યારે લીમડી મંદિર નજીક તેમજ ઝાલોદ સ્મશાન પાસેના હાઈવેના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા હોવાના લીધે વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.હાલમાં મંદિર નજીકના તો વાહન ચાલકો ખાડાઓ ટાળવાના કારણે રોજના નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ટોલ ઓથોરિટી દ્વારા દરરોજ કોમર્શિયલ વાહનો પાસેથી લાખ્ખોનો ટોલટેક્સ વસુલવામાં આવી રહ્યો છે.પરંતુ ખાડાઓથી મરામત કરવાની તસ્દી લેવામાં ન આવતા ચાલકોમાં ભારે રોષની લાગણી વ્યાપેલી જાેવા મળી હતી.ઉલ્લેખનીય છે કે,વરોડ ટોલબુથ મંદિર નજીક જ મોટા ખાડાઓ હોવા છતાં ટોલ કોન્ટ્રકટર દ્વારા આંખ આડા કાન કરાતા ચર્ચાનો વિષય જાેવા મળ્યો હતો.