ડભોઇ, તા.૧૭ 

ડભોઇ ની જલારામ રોડ ઉપર આવેલ પંચવટી સોસયટી થી અક્ષર ઉપવન સુધી રોડ ઉપર ઠેર ઠેર ડ્રેનેજ ના પાણી અને વરસાદી પાણી ભરાઈ રહે છે.ડભોઇ નગર ની જલારામ રોડ થી અક્ષર ઉપવન અને પંચવટી સોસયટી સુધી ના માર્ગ ઉપર છેલ્લા ૫ દિવસથી પડેલા વરસાદ ને પગલે પાણી નો નિકાલ ન થતાં તેમજ ડ્રેનેજ ઉભરાતા રહીશો ત્રાહીમાંમ પોકારી ગયા છે. પાલીકા માં રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતાં લોકો રોષે ભરાયા છે. તંત્ર દ્વારા વરસાદી પાણી નો નિકાલ અને ડ્રેનેજ ની સમસ્યા હલ કરવામાં આવે તેવી સખત લોક માંગ છે.

ડભોઇની અનેક સોસયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી જ્યારે પ્રીમોનસુન કામગીરી માં તંત્ર સરેઆમ નિષ્ફળ ગયું હોય તેવું લોકો નું કહેવું છે. છેલ્લા પાંચ દિવસ થી અનરાધાર વરસાદ વરસી રહયો છે તેને પગલે નીચાણ વાડી સોસયટીઓ માં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. નગર ની પંચવટી સોસાયટી થી અક્ષર ઉપવન સોસાયટી અને જલારામ મંદિર માર્ગ, કૌમુદી સોસાયટી, ગાયત્રી સોસાયટી સહિત ની સોસાયટીઓ માં વરસાદી પાણી ના નિકાલ અને ડ્રેનેજ ની સમસ્યા ખૂબ વધારે હોય લોકો ઘરો થી બહાર પણ નીકળી નથી શકતા તો કેટલીક જગ્યા એ ડ્રેનેજ ના ઢાંકણા ખુલ્લા હોય રાહપર ચાલતા લોકો અવાર નવાર પડી જતાં હોય છે. અને ઇજાઓ પણ થતી હોય છે.વહેલી તકે પાલીકા તંત્ર આ સમસ્યા નું નિરાકરણ લાવે તે માટે માંગ ઉઠવા પામી છે.