અમદાવાદ-

કોરોના બાદ બાળકોમાં mis - c રોગનો ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આજે 2 બાળકોના મોતથી માતમ છવાઇ ગયો હતો સિવિલ હોસ્પિટલમાં Mis - C થી બે બાળકોના મોત થાય છે Mis - C ના કારણે લોહીનું દબાણ ઓછું થવાની એક બાળકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બીજા બાળકનું હદય, મગજ અને લીવર ફેલ થવાથી મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે Mis - C નિ બીમારી સાથે 10 બાળકો દાખલ થયા હતા જેમાંથી 7 બચાવી લેવાયા, બે ના મોત થયા જ્યારે અન્ય એક સારવાર હેઠળ છે સિવિલમાં Mis - C નો શિકાર બનેલા બાળકોને મગજ અને હદય ઉપર અસર થઈ રહી હોવાના કેસો સામે આવ્યા છે.

ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ Mis - C ના કેસ નોંધાયા છે સોલા સિવિલ હોસ્પિટલમાં Mis - C ના ત્રણ કેસો નોંધાયા છે કડી,વિરમગામ અને ધોળકાના ત્રણ બાળકોને Mis - C ની સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્રણ બાળકોમાં એક 5 મહિનાનું, એક અગ્યાર વર્ષની બાળકી અને અન્ય એક પાચ વર્ષનું બાળક હાલ સારવાર હેઠળ છે Mis - C નો શિકાર બનેલા બાળકોના રદય ઉપર થતી હોવાના કિસ્સાઓ સામે આવી રહયા છે 11 વર્ષની બાળકીને 50 ટકા રદય કામ કરી રહ્યું છે જ્યારે 5 વર્ષના બાળકનું માત્ર 30 ટકા રદય કામ કરી રહ્યું છે રદય ની સાથે બાળકોના મગજમાં પણ અસર થતી જોવા મળે છે

Mis - C નો શિકાર બનેલા બાળકોને મગજ ઉપર થતાં ખેચ આવે છે જેને તાત્કાલિક આઇ.સી.યુ.ની જરૂર પડે છે પહેલી લહેરમાં 15 બાળકો Mis - C નિ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા પહેલી લહેરમાં સોલા સિવિલ હોસ્પિટલમાં mis - C નો શિકાર બનેલા 15 બાળકો માંથી ત્રણ બાળકોના મોત થયા હતા સોલા સિવિલના પીડિયાટ્રિક ડોકટર નેહલ પટેલ એ જણાવ્યું હતું કે આ બીમારીના 3 બાળકો સોલા સિવિલમાં આવ્યા છે બાળકોમાં ખાસ કરીને કોરોના લક્ષણ આવ્યા હોય અને માતા પિતા એ ધ્યાન ના આપ્યું હોય કે રિપોર્ટ ના કરાવ્યો હોય તેવા સંજોગોમાં આ બીમારી થવાના ચાન્સ વધુ હોય છે કોરોનાની પહેલી લહેરમાં બાળકોને ફક્ત હદય પર અસર થતી હતી પરંતુ બીજી લહેર બાદ બાળકોને ખેંચ અવની તકલીફ પણ વધી ગઈ છે અને મગજ સુધી આ બીમારી પહોંચી જાય છે. અમારી દરેજ માતાપિતા ને એક જ અપીલ છે કે તમારા ઘરમાં જો કોવિડ દર્દી હોય અને જો બાળકને તાવ આવે તો તેને ગંભીરતા થી લો બાળકોને અંધશ્રદ્ધા મા રાખો નહીં જો નોર્મલ લક્ષણો હશે તો બાળક 4 થી 5 દિવસમાં જ રિકવર થઈ જાય છે એટલે દરેક માતાપિતા અત્યારે બાળકોને કોઈ પણ લક્ષણ દેખાય તો ડોકટરની સલાહ સુચન જરૂર થી લે