વડોદરા, તા.૮

જીલ્લાના બહુચર્ચીત કૌંભાડી તલાટી કમ મંત્રી અભીષેક મહેતા પ્રકરણ કેસમા તેનો બનેવી દર્શન મહેતા સહિત ત્રણ ગ્રામ પંચાયતોના સરપંચ અને કોમ્યુટર ઓપરેટર સંડોવાયા છે.વાઘોડિયા તાલુકા વિકાસ અઘિકારીની ફરીઆદ લેવામા આનાકાની કરી છ દિવસના અંતે વાઘોડિયા પોલીસે ફરીઆદ નોંઘી હતી.

જાેકે પોલીસે અભીષેક મહેતાને ફરાર થવા પુરતો સમય આપ્યો હતો.અને આખરેના છુટકે પોલીસે હાજર કરી ધરપકડનુ તરકટ ઊભુ કરવુ પડ્યુ હતુ.સોળ દિવસ સુઘી ફરાર અભીષેક ક્યા ક્યાં આસરો લિઘો હતો.તે દરમ્યાન તે કઈ પ્રવૃત્તીમા વ્યસ્ત હતો તે શોઘવાની દરકાર પોલીસે નહિ કરતા સમાચાર પત્રોમા પોલીસની ખાસ્સી એવી બદનામી થતા વાઘોડિયા પીએસઆઈ સી.એલ.દેસાઈ પાસેથી તપાસ આંચકી લઈ ડભોઈ ડિવાયએસપી કલ્પેશ સોલંકીએ હાથમા લિઘી છે. કૌંભાડી તલાટી કમ મંત્રીના આજે ફર્ઘર રિમાન્ડ નહિ મડતા વાઘોડિયા જ્યુડિશીયલ કસ્ટડીમા ઘકેલી દેવાયો હતો.પોલીસે જાંબુવાડા,અંટોલી અને કરમાલીયાપુરા ગ્રામ પંચાયતોના ત્રણ સરપંચોને રાતે ડભોઈ લઈ ગયા બાદ આજે વાઘોડિયા પોલીસ મથકે લવાયા હતા.સરપંચો પાસેથી લિઘેલા બ્લેન્ક ચેકો બાબતની પુછપરછ હાથ ધરાઈ હતી.જાેકે સરપંચોએ પહેલા જ મિડીયા સમક્ષ તલાટી કમ મંત્રી અભીષેક મહેતાએ મસમોટી રકમ ભરી ગ્રામ પંચાયતોમાંથી ઊઠાંતરી કરી હોવાનુ રટણ રટ્યુ હતુ. જે બાબતનો વારંવાર ખુલાસો માંગતા કૌંભાડી હિસાબ કે રોજમેડ બતાવતો ન હતો.

તલાટી કમ મંત્રી અભીષેક મહેતાએ પત્ની નિઘીના નામની બોગસ એજન્સી તથા બનેવી દર્શન ભુપેન્દ્રભાઈ મહેતા( રહે. વ્રજવિલા સોસાયટી, પરીવાર ચાર રસ્તા, વડોદરા)ના નામની રોયલ એન્ટર પ્રાઈઝ નામની બોગસ એજન્સી ઊભી કરી હતી.જેમા દર્શન મહેતાએ પોતાના સાળાને કોમ્યુટર પ્રીન્ટરથી બિલો બનાવી આપ્યા હતા.દર્શન મહેતા વાઘોડિયા લાઈબ્રેરી પાસે આવેલ ફિન્સર ફાર્મા મેડીકલ સ્ટોરમા પાર્ટનર શીપ ધરાવે છે. નિઘી મહેતા પણ વાઘોડિયા આઈસીડિએસ કચેરીમા કલાર્ક રહિ ચુકી છે.નિઘીના નામની બોગસ એજન્સી મારફતે ૫૦ ગ્રામ પંચાયતોના ૨૮ તલાટી કમ મંત્રીઓને ખોટાબીલ બનાવી આપી પુરતી રકમના ચેક લઈ વાઘોડિયામા ૭૧.૮૫ લાખનુ કૌંભાડ કર્યુ હતુ. કૌંભાડની તપાસ બાબતે ડીડીઓએ પોલીસ ફરીઆદની મંજુરી કોઈ દબાણવશ હજુ આપી નથી.નિઘી અને રોયલ આ બંન્ને એજન્સી મારફતે ૫૦ ગ્રામ પંચાયતના ૨૮ તલાટીઓએ ભેગામડી ૭૧. ૮૫ લાખનુ કૌંભાડ જગજાહેર છે.