રાજકોટ-

રાજ્યમાં કોરોનાની મહામારીએ તાંડવ મચાવ્યો છે અને કોરોનાની બીજી લહેર ઘાતક નિવડી રહી છે જેના લીધે કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.કોરોના કેસો વધતાં રાજ્ય સરકારે 21 શહેરોમાં કફર્યુ લાદી દેવામાં આવ્યું છે. કોરોનાની સખ્ત ગાઇડલાઇન અમલી બનાવી છે ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ચોટીલા માતાજી ચામુંડા ડુંગરના ટ્રસ્ટ મંડળે પણ કોરોના મહામારીના લીધે 30 અએપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પરતું કોરોનાની સ્થિતિ વધુ વેગવંતી બનતા ફરીવાર 10 મે સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની મહામારીના લીધે ભકતજનેા અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચોટીલા ચામુંડા માતાજી ડુંગર મંદિરના કપાટ હજી પણ બંધ રહેશે.મંદિર 10 મે સુધી બંધ રાખવામાં આવશે . કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.