ડભોઇ, તા.૧૮ 

ડભોઇ દારૂલ ઉલુમ મહમુદીયા ડભોઇ વેગા ગામ પાસે મદ્રસામાં સો ઉપરાંત બેડ કોવીડ કેર સેન્ટર નું ૧૧ દિવસ પહેલા ઓપનિંગ કરવામાંઆવ્યું હતુ જેમાં ૧૫ ઉપરાંત કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી આજરોજ છ દર્દી ઓ સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી હતી દારૂલ ઉલુમ મહમુદીયા વેગા મદ્રેસા ખાતે કોવિડ કેર સેન્ટર ગત ૭ મી ઓગસ્ટના રોજ ઝુબેર ભાઈ ગોપલાની બીએચઓ બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન,ડોક્ટર ગુડિયા રાની બીએચઓ ડભોઇ આરોગ્ય વિભાગ તથાજમીઅતે ઊલમા એ હિન્દ ડભોઈ ડભોઇ મુસ્લિમ ડોક્ટર ડભોઇ મુસ્લિમ સમાજ ના સહયોગથી અને સરકાર ની ગાઈડલાઈન મુજબ કોવિંડ કેર સેન્ટર ની નિશુલ્ક તમામ સમાજના લોકો માટે શરૂઆત થતાં ૧૫ ઉપરાંત કોરોના દર્દીઓ આ સારવાર લઈ રહ્યા જેમાં હાલ ૧૫ હિન્દુ સમાજના દર્દીઓ અને એક મુસ્લિમ સમાજનો દર્દી મફત સારવારનો લાભ લઇ રહ્યા હતા જે પૈકી આજે છ દર્દીઓ સાજા થઇ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જેમાં ડભોઇના એક દર્દી અને પાંચ તાલુકા મથકના સારવાર લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા.

 દરમિયાન તેઓ ને મીઠાઈ આપી ફૂલો અને તાળીઓના ગડગડાટથી સન્માન કરી વિદાય આપવામાં આવી હતી જેમાં બી એચઓ ડોક્ટર ગુડિયા રાની ડોક્ટર કૌશિકભાઈ એસ પટેલ વિગેરે ડોક્ટર તેમજ મેડીકલ સ્ટાફ નર્સ દ્વારા દર્દીને કોવિડ કેર સેન્ટર માં દર્દીઓને જરૂરિયાત મુજબની સારવાર આપી હતી.

 મેડિકલ ટીમ સાથે જમિયતે ઉલ્માએ હિંદ ડભોઇ શહેર ના.ડભોઈઃશહેર જમિયત ઉલેમા એ હિંદ હાફિઝ ઈલ્યાસ મુનાફભાઈ અત્તરવાલા,હાફિઝ ઝકરીયા અત્તરવાલા,નિશારભાઈ હનીફભાઇ ખત્રી,ચાચાવાલા.,મકબુલ ભાઈ મુલ્લા,વિગેરેના પણ સેવા કિય કાર્ય માં જોડાયેલા હતા.